ચાણસ્મા પોલીસે 1356 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે કિયા ગાડી ઝડપી

ચાણસ્મા પોલીસે 1356 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે કિયા ગાડી ઝડપી

ઇંગ્લીશ દારૂનો વેપલો કરતો સુણસરનો બુટલેગર ફરાર

ચાણસ્મા પોલીસે 1356 ઈંગ્લીશ દારૂ ની બોટલો સાથે કિયા ગાડી ઝડપી ઇંગ્લીશ દારૂનો વેપલો કરતા સુણસર ના ફરાર બુટલેગર સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે. બનાવની મળતી માહિતી મુજબ ચાણસ્મા પોલીસે જિલ્લા પોલીસ અધિક્ષક ની પાટણ જીલ્લામાં પ્રોહી.જુગારની ગે.કા.પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા કરેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા રાધનપુરનાઓના સીધા માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન બાતમી હકીકત મળેલ કે ચેલસંગ ભવાનસંગ ઝાલા રહે, સુણસર તા.ચાણસ્માવાળો એક સફેદ કલરની કીયા સેલ્ટોસ ગાડીમાં ઇંગ્લીશ દારૂ ભરી ધીણોજથી મહેસાણા જવાના રોડથી નોગોહનગરની બાજુમાં આવેલ રેલ્વે નાળાની નીચે થઈ સીમમાં જતા કાચા રસ્તામાં રેલ્વે પુલ નજીક ઉભેલ છે.જે હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ ટીમે જતાં ઇંગ્લીશ દારૂ ભરેલ કીયા સેલ્ટોસ ગાડી મળી આવેલ.જેમાં ઇંગ્લીશ દારૂ બોટલ-ટીન નંગ 1356 કિ.રૂ. 5,01,624 તથા કિયા સેલ્ટોસ ગાડીની કિં.રૂ.6 લાખ મળી કુલ મુદ્દામાલ રૂ.1101624 નો મળી આવ્યો હતો જોકે ગુનામાં સંડોવાયેલા આરોપી ચેલસંગ ભવાનસંગ ઝાલા રહે, સુણસરવાળો ફરાર થઈ જતાં પોલીસે તેની વિરૂદ્ધ પ્રોહી.એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *