ખેડબ્રહ્મામાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી કતાર : ખાતરની અછતથી ખેડૂતો પરેશાન

ખેડબ્રહ્મામાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી કતાર : ખાતરની અછતથી ખેડૂતો પરેશાન

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. શિયાળુ પાક માટે ખાતરની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.ખેડબ્રહ્મા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર લેવા માટે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

વાવેતરના સમય બાદ પણ રાયડો અને ઘઉં જેવા શિયાળુ પાકો માટે યુરિયા ખાતર અત્યંત જરૂરી છે.છેલ્લા ઘણા દિવસોથી ખેડબ્રહ્મા તાલુકા વિસ્તારમાં ખાતરની અછત પ્રવર્તી રહી છે. આ કારણે ખેડૂતો વહેલી સવારથી જ ખાતર મેળવવા માટે લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.શિયાળાની સીઝન લગભગ પૂરી થવા આવી છે, તેમ છતાં ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ ખાતર મળી રહ્યું નથી. આ સ્થિતિ તેમની ચિંતામાં વધારો કરી રહી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *