સાબરકાંઠા પોલીસે મારામારી અને NDPS કેસના ફરાર આરોપીઓને ઝડપ્યા

સાબરકાંઠા પોલીસે મારામારી અને NDPS કેસના ફરાર આરોપીઓને ઝડપ્યા

સાબરકાંઠા જિલ્લામાં પોલીસે બે અલગ-અલગ ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. હિંમતનગર બી ડિવિઝન પોલીસે અમદાવાદના મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડ્યો હતો, જ્યારે જાદર પોલીસે ખેડબ્રહ્માના NDPS કેસમાં ત્રણ મહિનાથી ફરાર આરોપીને ઝડપી લીધો હતો.પ્રથમ ઘટનામાં, હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટાફ વિજાપુર રોડ પર કે.જી.એન. પાસે પેટ્રોલિંગમાં હતો.

તે દરમિયાન રાકેશકુમારને બાતમી મળી હતી કે, અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં નાસતો ફરતો આરોપી નાસીરખાન અમીરખાન પઠાણ (રહે. સ્ટ્રીટ નં. 08, મેમણ કોલોની, પોલોગ્રાઉન્ડ, હિંમતનગર) ત્યાં ઊભો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી માટે સોંપવાની તજવીજ હાથ ધરી હતી. બીજી ઘટનામાં, જાદર પોલીસ સ્ટેશનનો ડી-સ્ટાફ PSI એન.સી. ગોહિલ સાથે દરામલી ખાતે પેટ્રોલિંગમાં હતો. ભાવેશકુમારને બાતમી મળી હતી કે, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના NDPS ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર આરોપી સાકીર સલીમ પઠાણ (રહે. સ્વરૂપગંજ, તા. પિંડવારા, જિ. સિરોહી, રાજસ્થાન) ઇડરથી હિંમતનગર તરફ એક પેસેન્જર ઇકો ગાડીમાં જઈ રહ્યો છે.

બાતમી મુજબ, આરોપીએ પોપટી કલરની ટી-શર્ટ, કાળું જેકેટ અને કાળા કલરનું જીન્સ પેન્ટ પહેર્યું હતું. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તેને પકડી પાડ્યો હતો. સાકીર સલીમ પઠાણને જાદર પોલીસ સ્ટેશન લાવી અટક કરવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી બાદ ઇડર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો, જ્યાં ગુનાની વધુ તપાસ ચાલી રહી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *