જિલ્લામાં વાહનોના ફિટનેસ સર્ટીની કામગીરી બંધ થતા વાહન માલિકોને પાલનપુર કે મહેસાણા સુધી જવું પડે છે. ગુજરાત સરકારના પરિવહન વિભાગ દ્વારા તા. 1 ડિસેમ્બરથી પાટણ RTO કચેરીમાં ચાલતા પીળી નંબર પ્લેટવાળા હજારો વાહનોની ફિટનેસ સર્ટી ચકાસણીની કામગીરી સદંતર બંધ કરી દેવામાં આવી છે. સામે પરિવહન વિભાગ દ્વારા કામ સોંપેલ એજન્સી દ્વારા હજુ સુધી શહેરમાં નવીન સેન્ટર શરૂ કરવામાં ન આવ્યું હોય છેલ્લા 10 દિવસથી જિલ્લા માં વાહનોના ફિટનેસ સર્ટીની કામગીરી બંધ થતા વાહન માલિકોને પાલનપુર કે મહેસાણા સુધી લાબા થવાની ફરજ પડી રહી છે. જિલ્લામાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે એકપણ સેન્ટર ના હોય નવીન સેન્ટર શરૂ થવામાં ત્રણ માસ જેટલો સમય લાગે તેમ હોય ફિટનેસ સર્ટી કઢાવવા માટે ભારે મુશ્કેલી પડશે. પાટણ જિલ્લામાં RTO દ્વારા ફિટનેસ ચકાસણીની કામગીરી બંધ કરાઈ છે.
ત્યારે જિલ્લામાં તેના વિકલ્પરૂપે એક પણ ફિટનેસ સેન્ટર શરૂ કરાયું નથી.આ અંધેર વહીવટના કારણે રોજના 20 થી વધુ વાહન ચાલકો પાટણ આરટીઓમાં ધક્કા ખાઈને નિરાશ થઈ પરત ફરી રહ્યા છે. ફિટનેસ સર્ટિફિકેટવિના ટેમ્પો, ટ્રક,પેસેન્જર વાન અને બસ જેવા કોમર્શિયલ વાહનો ચલાવવાનિયમ વિરુદ્ધ છે.અન્ય જિલ્લામાં કે રાજ્ય બહાર જતા સમયેપોલીસ દ્વારા દંડકીય કાર્યવાહી કરતી હોય સર્ટી વગર વાહન માલિકોની મુશ્કેલી ધણી વધી ગઈ છે. હવે તેમને ફરજિયાત પણે ફિટનેસની કામગીરી માટે પાટણ થી દૂર પાલનપુર અથવા મહેસાણા RTO નો ફેરો ખાવો પડી રહ્યો છે. જોકે સરકાર દ્વારા પાટણમાં ફિટનેસ ચકાસણી સેન્ટરની એજન્સીને કામગીરી સોંપી છે. આ ખાનગી એજન્સીનું સેન્ટરપાટણ-ડીસા હાઈવે ઉપર ચોરમારપૂરા ખાતે બની રહ્યું છે. હાલમાં સેન્ટરની કામગીરી ચાલુ હોય આગામી ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં સેન્ટર બનીને તૈયાર થશે. અંદાજે આ સેન્ટર શરૂ થયા 3 મહિના નો સમય લાગશે.બાદમાં પાટણમાં ફિટનેસ ચકાસણીની કામગીરી શરૂ થશે.

