વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂ.૪૧,૮૪,૩૨૪ નો મુદામાલ જપ્ત કર્યો
સાંતલપુર પોલીસે માટીની ઓથમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાના કાવતરાનો પર્દાફાશ કરી વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂ.૪૧,૮૪,૩૨૪ નો મુદામાલ જપ્ત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ શહેર અને જિલ્લામાં પ્રોહી-જુગારની અસમાજિક પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા કરેલ સુચના આધારે ઈ.ચા નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા રાધનપુર વિભાગના માર્ગદર્શન હેઠળ સાંતલપુર પોલીસ સ્ટાફના માણસો દ્વારા પીપરાળા ચેક પો.સ્ટે ખાતે સધન વાહન ચેકીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક રાજસ્થાન પાસીગનુ ટ્રેલર નં-RJ-37-GB-0121 માં દારૂ ભરેલ છે અને તેના ઉપર માટી ભરેલ છે જે ટ્રેલર રાધનપુર બાજુથી કચ્છ બાજુ જઈ રહેલ છે અને સાંતલપુર પસાર કરેલ છે. જે હકીકત આધારે ટીમે પીપરાળા ચેક પો.સ્ટે વોચ તપાસમાં રહી હકીકતવાળું ટ્રેલર આવતા જેના ડ્રાઇવર તથા તેની સાથેના ઇશમને પકડી ટ્રેલરમાં માટીના નીચેથી ભારતીય બનાવટના અલગ-અલગ બ્રાંડની દારૂની બોટલો તથા બીયર ટીન મળી કુલ નંગ-૭૪૧૬ કુલ કી.રૂ.૩૧,૭૪,૩૨૪ તથા ટ્રેલર ગાડી નંગ-૧ કી.રૂ.૧૦,૦૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-૨ કી.રૂ.૧૦,૦૦૦ મળી કુલ રૂ.૪૧,૮૪,૩૨૪ નો મુદામાલ ઝડપી માટીની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગુજરાત માં ઘુસાડવાના કાવતરાનો પર્દાફાશ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પકડાયેલ આરોપીઓમાં ભવાનીશંકર સત્યનારાયણ માંગીલાલજી જોષીઅને જીતેશ ઉફે રાકેશ કાનારામ પ્રેમારામ જાટ રહે.બન્ને નીમ્બીજોધા તા.લાડનુ જી.નાગોર રાજસ્થાન હોવાનું જાણવા મળ્યું છે તો આ ગુનામાં સંડોવાયેલા અને પકડાવાના બાકી આરોપીઓમાં માલ મોકલનાર અનીલ જગદીશપ્રસાદ પાંડીયા રહે. ફતેપુર તા.જી.સિકર રાજસ્થાન માલ ભરાવનાર ભવાની શંકર લક્ષ્મણ ઉર્ફેલખમણ જાટ રહે.નિમ્બીજોધા તા.લાડનુ જી.નાગોર, માલ ભરાવનાર સુખારામ લક્ષ્મણ ઉર્ફે લખમણજાટ રહે.નિમ્બીજોધા તા.લાડનુ જી.નાગોર, માલની ડીલેવરી લેનાર ગોપાલ મેઘવાલ રહે. સાંડાસ તા.લાડનુ જી.નાગોર રાજસ્થાન, માલ મંગાવનાર-મોરબીનો અજાણ્યો ઇસમ અને ટ્રેલર માલીક સામે પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી સાંતલપુર પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

