વડગામના મુક્તેશ્વર ડેમ જમણા કાંઠાની મુખ્ય નહેરનું સફાઈ કામ સંદર્ભે ખેડૂતોએ અસંતોષ વ્યક્ત કર્યો

વડગામના મુક્તેશ્વર ડેમ જમણા કાંઠાની મુખ્ય નહેરનું સફાઈ કામ સંદર્ભે ખેડૂતોએ અસંતોષ વ્યક્ત કર્યો

વડગામ તાલુકાના 110 ગામોની જીવાદોરી લોકમાતા સરસ્વતી નદી પર મુક્તેશ્વર મહાદેવ તિર્થ સ્થાન નજીક વર્ષો પહેલાં ડેમનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. જ્યારે મુક્તેશ્વર ડેમનું નિર્માણ થયું એ વખતના સમયમાં વરસાદ પુરતા પ્રમાણમાં આવતાં ધાન્ધાર પંથકમાં નદીઓ હોળા, તળાવોમાં ખેતી પશુપાલન માટે જરૂરિયાત મુજબનું પાણી ઉપલબ્ધ હતું. જેના કારણે વડગામનું ધાન્ધાર ખેત પેદાશોમાં પ્રચલિત હતું. કાળક્રમે ઉપરવાસ વિસ્તારમાં વરસાદ ઘટતાં છેલ્લા ચાર દાયકાથી વડગામ તાલુકો ખેતી પશુપાલન વ્યવસાયમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. જ્યાં ખેતી વ્યવસાય જીવંત છે ત્યાં ખેતી પશુપાલન નિભાવ ખર્ચ ઉંચો હોવાથી ઉપજ સામે ખેડૂતોને કોઈ ફાઈદો થતો નથી તેવું ખેડૂતો પશુપાલકો પાસેથી જાણવા મળ્યું છે. છતાં તાલુકાની જીવાદોરી સમાન મુક્તેશ્વર ડેમ યોજનામા જમણા કાંઠાની મુખ્ય નહેર દ્વારા નાંદોત્રા,ઉમરેચા સુધીના ગામોમાં સિંચાઈ માટે ઉનાળા, શિયાળામાં સિંચાઈના નિયમો મુજબ પાણી આપવામાં આવે છે.

વતૅમાન શિયાળામાં ખેડૂતોને જરૂરિયાત મુજબના સમયમાં વડગામ તાલુકાના સિંચાઈ વિભાગ દ્વારા પાણી ઉપલબ્ધ નહીં કરતાં ખેડૂતો અગ્રણી ચૌધરી મોઘજીભાઈ વાલજીભાઈ ગીડાસણ સહિત તાલુકાના 56 ખેડૂતોએ રાજ્ય સરકાર માં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. અને ભારતીય કિસાન સંઘ દ્વારા પણ રજુઆત કરવામાં આવી હોવાનું પ્રમુખ લક્ષણભાઈ મહિવાલે જણાવ્યું હતું.આ અંગે ખેડૂત આગેવાનોએ મુક્તેશ્વર ડેમથી ગીડાસણ નાંદોત્રા સુધીની કેનાલ સફાઈ, રીપેરીંગ કામમાં ગેરરીતિ તથા કોન્ટ્રાકટર અને મુક્તેશ્વર જળાશય યોજનાના અધિકારી કર્મચારીઓ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *