દાંતા બનાસ ડેરીની ચૂંટણીનું 100 ટકા મતદાન : ઉમેદવારનું ભાવી મતદાન પેટીમાં સીલ

દાંતા બનાસ ડેરીની ચૂંટણીનું 100 ટકા મતદાન : ઉમેદવારનું ભાવી મતદાન પેટીમાં સીલ

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીમાં 15 બેઠકો બિનહરીફ થઈ હતી. જ્યારે દાંતાની એક બેઠક ઉપર આજે શુક્રવારે ચૂંટણીની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ બેઠક ઉપર ભાજપ દ્વારા અમૃતજી ઠાકોરને મેન્ડેટ આપવામાં આવ્યું હતું જોકે વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ દ્વારા ફોર્મ પરત ના ખેંચતા દાંતા બેઠક ઉપર અમૃતજી ઠાકોર અને દિલીપસિંહ બારડ વચ્ચે રોમાંચક ચૂંટણી જંગ ખેલાયો હતો. ત્યારે શુક્રવારે આ એક બેઠક માટે મતદાન યોજાયું હતું..જેમાં તમામ 85 જેટલા મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરતા 100 ટકા મતદાન થયું હતું.

બનાસ ડેરી એ એશિયાની સૌથી મોટી ડેરી છે અને બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે ત્યારે બનાસ ડેરીની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો હતો. પરંતુ ફોર્મ ભર્યા બાદ 16 બેઠકોમાંથી 15 બેઠકો બીન હરીફ થઈ હતી.. જો કે દાંતા બેઠક ઉપર ભાજપ દ્વારા અમરતજી ઠાકોરને મેન્ડેટ આપવામાં આવ્યું હતું. ત્યારે વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ દ્વારા પોતાનું ફોર્મ પરત ના ખેંચતા આ બેઠક ઉપર ચૂંટણીનો જંગ જામ્યો હતો.મતદારોને મનાવવાના ભરચક પ્રયાસો થયા હતા.તેથી ઉત્તેજના છવાઈ હતી. શુક્રવારે પોલીસ બંદોબસ્ત હેઠળ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.જેમાં તમામ 85 જેટલા મતદારોએ પોતાનો મત આપ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થતા હર કોઈએ હાશકારો અનુભવ્યો હતો.

પાર્ટીમાં સહકારી ક્ષેત્રે મેન્ડેડ ન હોવું જોઈએ

મતદાન પ્રક્રિયાને લઈને ઉમેદવાર દિલીપસિંહ બારડે જણાવ્યું હતું કે છેલ્લી બે ટર્મથી મેં બનાસ ડેરીમાં ડિરેક્ટર તરીકે કામ કર્યું છે લોકોની સેવા કરી છે.તેથી લોકોનું સમર્થન મારી સાથે છે પણ પાર્ટીમાં સહકારી ક્ષેત્રે મેન્ડેડ ન હોવું જોઈએ તેના માટે મેં અવાજ ઉઠાવ્યો છે.એટલે ચોક્કસ હું કહી શકું છું કે મારી જીત થવાની છે.

દરેક પશુપાલક અને દરેક સમાજ મારી સાથે

ઉમેદવાર અમરતજી ઠાકોરે મતદાનને લઈને કહ્યું હતું કે ચૂંટણીમાં ભાજપે મને મેન્ડેટ આપેલું હતું અને મેન્ડેડના આધારે મેં ઉમેદવારી કરી છે. મતદાન શાંતિપૂર્ણ પૂર્ણ થયુ છે અને દરેક પશુપાલકો ને દરેક સમાજ મારી સાથે છે.જેથી અમારી જીત નિશ્ચિત છે.

જિલ્લા કલેકટર કચેરી ખાતે મત ગણતરી

મતદારોના મત હવે મતદાન પેટીમાં શીલ થઈ ગયા છે. જે મત પેટી પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લાવવામાં આવી છે.જ્યાં આજે શનિવારે સવારે નવ કલાકે મત ગણતરી યોજાશે.જેથી મત ગણતરીને લઈ ઉત્સુકતાનો માહોલ જળવાઈ રહ્યો છે.

 

  • Beta

Beta feature

  • Beta

Beta feature

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *