ડિગ્રી વિના તબીબો સારવાર કરતાં હોવાથી દર્દીઓના જીવને જોખમ
ધાનેરા તાલુકાના ગામડે ગામડે એક ગામડાંની અંદર ચારથી પાંચ બોગસ ડોકટરો ખુલ્લેઆમ દર્દીઓ સાથે ચેડા કરી રહ્યા છે. ફક્ત આ ડોક્ટરની ડીગ્રી કેટલી ફક્ત 6 મહીના બીએચ એમ.એસ. ડોક્ટર પાસે નોકરી કરે છે. અને પછી ઈન્જેકશન આપતા શીખી જાય એટલે પોતાનું દવાખાનું ખોલી બેસી જાય અને દીવસના 5થી10 દશ હજાર રૂપિયા દર્દીઓ પાસેથી ઝુડી લે છે. આમો આરોગ્ય સત્તાવાળાઓ જાણવા છતાં આવા બોગસ ડોકટરો સામે પગલાં ભરતા નથી ? કેમ કે આવા બોગસ ડોકટરો છેક જીલ્લા સુધી મસમોટા હપ્તા આપતા હોય છે. આથી આવા ડોક્ટરો ખુલ્લેઆમ બિન્દાસ પણે બે રોકટોક દવા કરતા હોય છે. આવા બોગસ ડોકટરોથી આરોગ્ય વિભાગ તેમજ ધાનેરા તાલુકાના પત્રકારો પણ જાણતા હોવા છતાં કેમ ચુપ છે ? શું આવા બોગસ ડોકટરો આમને પણ કમીશન આપતા હોય એવું લોક મુખે ચર્ચાય છે? તો આ બાબતે ધાનેરા તાલુકાના ગામડાને આવા બોગસ તબીબોની જાળમાંથી કોઈ બાહોશ અધિકારી બચાવશે ખરા કે પછી હોતી હે ચલતી હૈ.
ગામડાનુ નામ રવિયા,પેગીયા, થાવર, કોટડા, દેઢા, નાનામેડા, અનાપુર, શેરા,માલોત્રા, શીયા,તાલેગઢ, ડુગડોલ, ધરણોધર, ભાટીબ, જનાલી,મોડલ આવા અનેક ગામડાની અંદર બોગસ ડોકટરોના રાફડો ફાટયો છે. અને ખુલ્લેઆમ ધુમ પ્રેક્ટીસ કરી રહ્યા છે. આથી અભણ અને ભલી ભોળી પ્રજાને જોખમમો મુકી રહ્યા છે. જેમાં યોગ્ય જ્ઞાન અને સારી લાયકાત માન્ય ડીગ્રી વગર મોંઘીદાટ દવાઓ આપે છે. અને ભલી ભોળી પ્રજાને આવા બોગસ ડોકટરો એવું બોલે છે કે, અમે તો લાયસન્સ વાળા છીએ તો આવા બોગસ ડોકટરો સામે તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તો ફક્ત ધાનેરા તાલુકામાંથી 500 પાંચસો બોગસ તબીબો કરોડો રૂપિયાની દવા સાથે પકડાય તો શું આવા તબીબો સામે જિલ્લા આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે કે નહીં તે પણ એક ગંભીર સવાલ છે ? આ બાબતે આવા બોગસ તબીબો સામે કોઈપણ રાજકારણ સિવાય તટસ્થ રીતે તપાસ થાય તો કેટલાય નિર્દોષ લોકો આવા બોગસ ડોકટરનો મુખમાંથી બચાવી શકાય તેવા વેધક સવાલ ઉઠવા પામયા છે તો આ બાબતે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

