ડીસામાં ટ્રાફિક પોલીસની સરપ્રાઈઝ વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ

ડીસામાં ટ્રાફિક પોલીસની સરપ્રાઈઝ વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ

20 વાહનો ડિટેઈન, રૂ.20,000 નો દંડ વસુલ્યો

ડીસા શહેરમાં સતત વધી રહેલી ટ્રાફિક સમસ્યાને નાથવા માટે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આજે ટ્રાફિક પી.એસ.આઇ.એસ.ડી. ચૌધરીની આગેવાની હેઠળ ગાયત્રી મંદિર સર્કલ પાસે અચાનક વાહન ચેકિંગની ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશમાં ખાસ કરીને કાળી ફિલ્મ લગાવેલા અને નંબર પ્લેટ વિનાના વાહનો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

​આ સઘન ચેકિંગ દરમિયાન, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા કુલ 20 વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા હતા. અને તેમની પાસેથી રૂ. 20,000 નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.ટ્રાફિક પોલીસની આ કડક કાર્યવાહીનો મુખ્ય હેતુ નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોમાં કાયદાનો ભય સ્થાપિત કરવાનો છે, જેથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ અને સલામત બને.

ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પણ આવી જ ઝુંબેશો ચાલુ રાખવામાં આવશે, જે ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં મદદરૂપ થશે અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરશે.

 

 

  • Beta

Beta feature

  • Beta

Beta feature

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *