ધાનેરા પોલીસે સોલાર પ્રોજેક્ટમાંથી કેબલ ચોરી કરનારા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા

ધાનેરા પોલીસે સોલાર પ્રોજેક્ટમાંથી કેબલ ચોરી કરનારા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા

ધાનેરા તાલુકાના દેઢા (જાયડી-3) મુકામે આવેલી આદિત્ય બિરલા કંપનીના સોલાર પ્રોજેક્ટમાંથી કેબલ ચોરી થયેલા ગુનાના ભેદ ધાનેરા પોલીસે ઉકાલી લીધો હતો. બાતમીના આધારે પોલીસે ગતરાત્રીના કાળજી પૂર્વકની કાર્યવાહી કરતાં કેબલ કાપવાના સાધનો સાથે કેબલ ચોરી કરનારા પાંચ આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસે ચોરીના કેબલ તથા કેમ્પર ગાડી મળી કુલ. છ લાખ સત્તર હજારના મુદામાલ સાથે આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસના જણાવ્યા મુજબ, સોલાર પ્રોજેક્ટમાંથી સોલાર કેબલ, ઉપરાંત કેબલ ડોપર (તાપણું), કાપવાના સાધનોની આરોપીઓ કેબલ ચોરી કરીને વેચાણની તૈયારીમાં હતા. ત્યારે ધાનેરા પોલીસે તેમને ઝડપ્યા હતા.

પકડાયેલા આરોપીઓ

વિપુલ રમેશ રાવણા રાજપુત (રેહ. રણોદર, ચીતલવાસણા, રાજસ્થાન)

રમેશ વેના. રાજપુત (રેહ. રાજસ્થાન)

અંકિત ગણપત વજીર (રેહ. ભોરડુ તા.થરાદ)

રમેશ ઓટા રામ (વાલ્મિકી, રહે. રણોદર ચિતલવાસણા રાજસ્થાન)

નરેશ ઈશ્વર મુ. મકડાલા તા.દિયોદર

પોલીસે જણાવ્યું કે, આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા કલમ ૩૭૯, ૪૧૪, ૧૨૦(બ), તથા જી.પી. એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *