બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાના તાલીમ કાર્યક્રમ માં પોલીસ, વકીલો, તબીબો, મામલતદાર રહ્યા હાજર
બનાસકાંઠાના પોલીસ અધિકારીઓ ગેરહાજર રહેતા વકીલોએ દર્શાવી નારાજગી; પાલનપુરની મોરિયા મેડિકલ કોલેજ ખાતે ડાયરેકટર ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર દ્વારા એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બનાસકાંઠા ના એક પણ પોલીસ અધિકારી ઓ હાજર ન રહેતા વકીલોએ નારાજગી વ્યક્ત કરી હતી.
બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાના વકીલો, ડોકટરો, પોલીસ, મામલતદારો માટેની એક દિવસીય તાલીમ યોજાઈ હતી. જેમાં ત્રણે જિલ્લાના ઉપસ્થિત અધિકારી ઓને ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન ગાંધીનગર દ્વારા કાનૂની સલાહ આપવામાં આવી હતી. મામલતદાર, ડોક્ટરો, વકીલ અને પોલીસ માટેના કાનૂની સલાહ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના એક પણ પોલીસ અધિકારી હાજર રહ્યા ન હતા. જેની સામે સરકારી વકીલ ડી.પી.પટેલ સહિતના વકીલોએ નારાજગી વ્યકત કરી હતી.
ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતના 20 પોલીસ અધિકારીઓની યાદી પણ ગાંધીનગરથી મોકલાઈ હતી. તેમ છતાં તાલીમ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ હાજર રહ્યા ન હતા. પોલીસ અધિકારી ઓ હાજર ન રહેતા સરકારી વકીલોએ વાંધો ઉઠાવ્યો હતો. ગેરહાજર રહેલા પોલીસ અધિકારીઓ પાસેથી ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનમાં રજૂઆત કરી અને ખુલાસો માંગવામાં આવશે તેવું સરકારી વકીલોએ જણાવ્યું હતું. જોકે, આજની તાલીમમાં ડાઇંગ ઓફ ડેક્લેરેશન, પીએમ નોટ, ઇન્વેસ્ટિગેશન અને પ્રોસિક્યુશન સહિતનું ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં ત્રણે જિલ્લાના સંબંધિત અધિકારીઓ, ડોક્ટરો અને વકીલો ઉપસ્થિત રહ્યા હતા.

