સરસ્વતી તાલુકાના રેચવી ગામે વીજ કંપનીની બેદરકારીના કારણે એક ઉંટને કરંટ લાગતાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.આ ધટનાની મળતી હકીકત મુજબ રેચવીના પશુપાલક રમેશભાઈ જીવાભાઈ રબારી પોતાના 25 ઉંટોને ગામની સીમમાં ચારી રહ્યા હતા.ત્યારે જામાભાઈ મગનભાઈ રબારીના ખેતરમાં ઉંટો ચરતા હતા.ત્યાં વીજ થાંભલાના જીવતા વાયર નીચે નમી ગયા હતા એક ઉંટ વીજ વાયરને અડકી જતાં કરંટ લાગતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું. આ મામલે પશુપાલકે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે રેચવીના સરપંચ રમેશભાઈ રબારીએ જણાવ્યું કે ખેતરમાં જીવતા વાયર નીચે નમી ગયા હોવાની લેખિતમાં જીઈબી વિભાગ ને જાણ કરી હોવા છતાં વિજ તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં ન લેવાતા આજે આ ઉંટનો ભોગ લેવાયો હોવાનો તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો.

