પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ તેમજ રૉટરી ક્લબ ઑફ પાટણના સહયોગથી ગુરૂવારે બીઆરસી સરસ્વતી આયોજીત પાટણ,સરસ્વતી, ચાણસ્મા અને સિદ્ધપુર તાલુકાનાં દિવ્યાંગ બાળકોને સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઉપરોક્ત ચાર તાલુકાનાં કુલ 246 દિવ્યાંગ બાળકોનું ઍલિમ્કો ટીમ દ્વારા તબીબી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. એસેસમેન્ટ કેમ્પમાં સમગ્ર શિક્ષા પાટણ જિલ્લા IED કો.શ્રીમતી મધુબેન જાદવ,તાલુકાના બીઆરસી કો.રતાજી ઠાકોર,રૉટરી ક્લબ ઑફ પાટણ પ્રમુખ ડૉ.પરિમલ જાની,પૂર્વ પ્રમુખ ભગવાનભાઈ પટેલ,મંત્રી જય દરજી,એસ કે.બ્લડ બેન્કના ચેરમેન જયરામભાઈ પટેલ,નિભાવ ના તંત્રી અશ્વિનભાઇ જોશી તેમજ ચારેય તાલુકાના IEDSS અને સ્પેશિયલ ટીચર મિત્રો હાજર રહી કેમ્પમાં સક્રિય ભાગીદારી નોંધાવીને કેમ્પને સફળ બનાવ્યો હતો.
- July 18, 2025
0
399
Less than a minute
You can share this post!
editor

