બનાસકાંઠામાં ધોધમાર વરસાદ: ઉભા પાકોમાં પાણી ફરી વળતાં ખેડૂતોને નુકસાન

બનાસકાંઠામાં ધોધમાર વરસાદ: ઉભા પાકોમાં પાણી ફરી વળતાં ખેડૂતોને નુકસાન

બનાસકાંઠા જિલ્લામાં ગતરાત્રિએ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઉભા પાકોમાં પાણી ફરી વળતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. ડીસાના ભડથ ગામે ફાર્મ હાઉસ પર વરસાદી પાણી ફરી વળતાં મગફળી પાણીમાં તરતી જોવા મળી રહી છે. આ દ્રશ્યો ખેડૂતોની નુકસાનીનો અંદાજ આપે છે. આસપાસના વિસ્તારોમાં પણ ઉભા પાકોને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે. વરસાદના કારણે થયેલા નુકસાનનો સર્વે કરીને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે તેવી માંગ ઉઠી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *