ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૨૫ને લઈને બનાસકાંઠા જિલ્લામાં મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે પણ લોકો મતદાન કરવા આગળ આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આજે કુલ ૩૨૨ ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. ૩૨૨ પંચાયત પૈકી ૩૦૩ ગ્રામ પંચાયત સામાન્ય તથા ૧૯ ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણીનું આયોજન કરાયું છે. વહેલી સવારે ૭ વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટયા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઇ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે.
- June 22, 2025
0
365
Less than a minute
You can share this post!
editor

