હારીજના રોડા નજીક કાર ચાલકે બે વ્યક્તિને ટકકર મારતા બંન્ને મોતને ભેટયા

હારીજના રોડા નજીક કાર ચાલકે બે વ્યક્તિને ટકકર મારતા બંન્ને મોતને ભેટયા

હારીજ તાલુકાના રોડા ગામ નજીક શીતળા માતાના મંદિર પાસે સોમવારે રાત્રે એક બનેલી અકસ્માત ની ધટનામાં પૂર ઝડપે આવતી સ્વીફ્ટ ડિઝાયર કારે ભેંસ દોરીને જતા બે વ્યક્તિઓને હડફેટે લેતા બન્ને વ્યક્તિ ના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ બાબતે મળતી હકીકત મુજબ દેસાઈ અજમલભાઈ શક્કરભાઈ (55) અને દેસાઈ નાગજીભાઈ માડણભાઈ રહે. બન્ને વેજાવાડા ને સોમવારે રાત્રે ભેંસ દોરીને જઈ રહ્યા હતા ત્યારે શીતળા માતાના મંદિર નજીકથી પુર ઝડપે પસાર થતી GJ-12-CD-2501 નંબરની સફેદ સ્વીફ્ટ ડિઝાયર કારે બંનેને પાછળથી ટક્કર મારતાદેસાઈ અજમલભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે ગંભીર રીતે ઘાયલ થયેલા નાગજીભાઈને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું નિપજ્યું હતું.

વેજાવાડા ગામનાં બે વ્યક્તિ ના અકસ્માત માં મોત નિપજતા ગામમાં શોકની કાલિમા છવાઈ જવા પામી હતી. કાર ચાલક અકસ્માત બાદ ગાડીને રોડા ગામની કેનાલ પાસે એક થી દોઢ કિલો મીટર દૂર મૂકીને ફરાર થઈ ગયો હતો. મૃતક અજમલભાઈના પુત્રએ હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ફરાર થયેલા આરોપી કાર ચાલકને પકડવા તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *