પાલનપુર તાલુકાના મલાણા પંથકની જુદી જુદી ચાર માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ધો.8 થી 12 ની પરીક્ષામાં પ્રથમ નંબરે ઉતીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસ હેતુ આંત્રોલી આશ્રમના સાધ્વી દ્વારા સીમ કાર્ડ સાથેના મોબાઈલની ભેટ આપવામાં આવી છે. પાલનપુર તાલુકાના આંત્રોલી ગામે આવેલ મહાકાળી સતીધામ આશ્રમના સાધ્વી નીશાબા દ્વારા સઘનક્ષેત્ર સ્કૂલ બાલારામ,પીરોજપુરા (ટાંકણી), મલાણા હાઈસ્કૂલ અને ભૂતેડી ગામની કમલ વિદ્યામંદિર સ્કૂલમાં ધો.8 થી 12 માં પ્રથમ ક્રમ મેળવનાર 20 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ હેતુ સીમ કાર્ડ સાથેના મોબાઈલની ભેટ આપવામાં આવી છે તેમજ શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને ચોપડાનું વિતરણ કરવાની જાહેરાત કરી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે આશીર્વાદ પાઠવ્યા હતા. તેજસ્વી વિદ્યાર્થીઓને મોબાઈલની ભેટ આપી તેમને પ્રોત્સાહન આપવા બદલ શાળા પરિવારોએ સાધ્વીનો આભાર માન્યો હતો.
- June 17, 2025
0
346
Less than a minute
You can share this post!
editor

