સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિવારને સાંત્વના આપી, મદદની ખાત્રી આપી
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાતેથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171ના દુઃખદ ક્રેશમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની પાયલ ખટીકનું નિધન થયું છે. આ ઘટનાએ સમગ્ર પરિવાર અને સમાજને શોકમાં ડુબાડી દીધો છે.
મૂળ રાજસ્થાન અને હિંમતનગર ખાતે છૂટક મજૂરી કરતા પરિવારની દીકરી ગુમાવતા ભારે આક્રંદ.પિતા સુરેશભાઇ ખટીક લોડીં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. બે બહેન એક ભાઈ માતા પિતા સહિત પાંચનો પરિવાર. આ દુખદ ઘટનાના પગલે વહિવટી તંત્ર દ્રારા પરીવારની રૂબરૂ મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. તેમના DNA ટેસ્ટના નમૂના લઈ અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. તેમજ મૃતદેહની ઓળખ થયા બાદ મૃત દેહ હિંમતનગર લઈ આવવા સાથેની અનુંસાંગીક તૈયારીઓ વહિવટી તંત્ર દ્રારા કરાઇ છે. પરિવાર આ અણધારી આફતથી શોકમાં ગરકાવ થયો છે. પાયલબેનના નિધનના સમાચાર મળતાં જ પરીવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દુઃખની ઘડીમાં હિંમતનગર મામલતદાર પરમાર, નાયબ મામલતદાર અશોકભાઇ, પરિવારજનોની મુલાકાત લઈ, તેમને સાંત્વના પાઠવી હતી. અધિકારીઓએ પરિવારને આ દુઃખદ ઘડીમાં તમામ શક્ય સહાયનું આશ્વાસન આપ્યું છે.

