નવ વર્ષ પહેલા જલોતરા નજીક ગાડીની ટક્કરે બાઇક સવારનું મોત નિપજ્યું હતું.
અકસ્માત સર્જનાર ગાડીના ચાલકે વળતર ન ચૂકવતાં કાર્યવાહી કરાઇ; વડગામ તાલુકાના જલોતરા નજીક નવ વર્ષ અગાઉ એક ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇક સવાર ઇસમનું મોત નિપજ્યું હતું.જેમાં મૃતકના પરિવારે વળતર મેળવવા કોર્ટમાં અરજી કરી હતી. જેમા આરોપીએ વળતર ચૂકવવામા નાદારી નોંધાવતા કોર્ટે આરોપીને જેલ માં મોકલી આપ્યો હતો.
બનાસકાંઠા જિલ્લા મોટર એક્સિડન્ટ કલેઇમ ટ્રીલ્યુનલ જજ પી.એ પટેલની કોર્ટે વર્ષ 2016 માં. જલોતરા નજીક ગાડી અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક સવાર ચેલસિંહ ચંપકસિંહ વાઘેલાના મોત મામલે તેમના પરિવારે કરેલ અકસ્માતના વળતરની અરજીમાં આરોપી જલોતરા ગામના તુષારકુમાર ચંપકલાલ રાવલને વર્ષ 2022 માં વળતરની રકમ વ્યાજ સાથે રૂ.13.67 લાખ ચૂકવવા આદેશ કર્યો હતો. પરંતુ આરોપી વળતર ચૂકવવા તૈયાર ન હોય અને કોર્ટે સમક્ષ નાદારી નોંધાવતા કોર્ટે અરજદારના વકીલ દિનેશ સ્વામીની રજૂઆતોને પગલે કાર્યવાહી કરી આરોપીને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

