અમદાવાદથી લંડન જતી એરઇન્ડિયાની ફ્લાઇટ ગઈકાલે અચાનક ક્રેસ થઈ જતાં તેમાં સવાર મુસાફરો સહિત બી.જે મેડિકલ કોલેજના મેસમાં જમી રહેલા અનેક સ્ટુડન્ટસોના મોત નિપજ્યા છે,ત્યારે કોલેજના મેસમાં જમવા ગયેલા અને સદનસીબે બચી ગયેલા પ્લેન ક્રેસની દુર્ઘટનાને નજરે જોનાર દ્રિજેશ મોર નામનો AMBBSના વિદ્યાર્થી આજે પોતાના વતન પાલનપુર પહોંચ્યો હતો.
ઘટના સમયે સર્જાયેલી પરિસ્થિતિને લઇ રખેવાળ પલ્સે આ વિદ્યાર્થી સાથે કરેલ મુલાકાતમાં તેને જણાવ્યું કે જ્યારે ઘટના બની ત્યારે હું મારા મિત્રો સાથે મેથ્સમાં જમવા ગયો હતો અને જેવો હું જમીને થાળી મૂકીને હાથ ધોવા ગયો ત્યારે મોટો ધડાકો થયો ત્યારે અમને લાગ્યું ભૂકંપ અથવા યુદ્ધને લઇ એર સ્ટ્રાઇક હોઈ શકે પણ થોડીજ વારમાં એકદમ ધૂળ ઉડવા લાગી અને કંઈજ દેખાવવાનું બંધ થઈ ગયું.
અમે બહાર નીકળવાની કોશિશ કરી તો પગમાં કાટમાળ અથડાવવા લાગ્યો પણ અમે જેમતેમ કરીને અમે બહાર આવ્યા એટલે બિલ્ડીંગ પર પ્લેન જોયુ પછી ખબર પડી કે પ્લેન ક્રેસ થયું છે. અને બહાર અફરાતફરીનો માહોલ હતો અને આગ લાગી હતી.અમે ૧૨ જેટલા મિત્રો નીચે જમતા હતા જોકે ઉપરના માળે અનેક સ્ટુડન્ટસ જમતા હતા,જોકે આ ઘટનામાં અમે એક અમારા નજીકના મિત્રને ખોયો છે જેમાં અચાનક ધડાકાના કારણે તેનું હદય બંધ થઈ ગયું અને એનું મોત નીપજ્યું છે. ત્યાંની પરિસ્થિતિ ખુબ જ ખરાબ હતી. હું ભગવાનનો આભાર માનું છું કે હું અને મારા અન્ય મિત્રો બચી ગયા.