પાટણ આશરો સેવાકીય સંસ્થાની સાથે પાટણ એ- ડિવિઝન પોલીસ પણ અપાહીઝ દરિદ્ર નારાયણની સેવામાં સહભાગી બની

પાટણ આશરો સેવાકીય સંસ્થાની સાથે પાટણ એ- ડિવિઝન પોલીસ પણ અપાહીઝ દરિદ્ર નારાયણની સેવામાં સહભાગી બની

પોલીસે આશરો સંસ્થાની સેવા પ્રવૃત્તિને સરાહી દરિદ્ર નારાયણની સેવામાં સહભાગી બન્યાનો આનંદ વ્યકત કર્યો

પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે પાટણ શહેરની આશરો સેવાકીય સંસ્થા દ્વારા શહેરમાં રખડતા – ભટકતા ભિક્ષુક દરિદ્ર નારાયણોની કરાતી સેવા પ્રવૃત્તિ ખરેખર સરાહનીય બની છે. ગત રોજ રાત્રિ દરમિયાન શહેરના આનંદ સરોવર નજીક વેપારીની દુકાનના પાટિયા પર  લઘર-વઘર હાલતમાં રાત્રી પસાર કરી રહેલા અપાહીઝ ભિક્ષુક દરિદ્ર નારાયણ ને રાત્રી પેટ્રોલિંગ કરી રહેલા એ- ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ સહિતના સ્ટાફના માણસોને ધ્યાને આવતાં તેઓએ આ ભિક્ષુક દરિદ્ર નારાયણની સેવા કરવાના ભાવ સાથે પાટણની આશરો સંસ્થાના રોહિતભાઈ પટેલ નો સંપર્ક કરતા તેઓ તાત્કાલિક તેઓની સેવાભાવી ટીમ સાથે ધટના સ્થળે દોડી આવ્યા હતા.

અને આ અપાહીઝ ભિક્ષુક દરિદ્ર નારાયણને પોલીસ વાનમાં બેસાડી પાલિકા સંચાલિત સેન્ટર ખાતે લાવી તેઓની સેવિંગ કરી નવરાવી- ધોવરાવી નવા વસ્ત્રો પહેરાવી ભોજન જમાડી સ્વસ્થ અને સ્વચ્છ બનાવવામાં આવ્યા હતા. પાટણ આશરો સેવાકીય સંસ્થાની શહેરના ભિક્ષુક દરિદ્ર નારાયણની નિસ્વાર્થ સેવા પ્રવૃત્તિને પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ભોય સહિતના સમગ્ર સ્ટાફ પરિવારે સરાહનીય લેખાવી આ દરિદ્ર નારાયણ ની સેવામાં સહભાગી બન્યાનો પીઆઈ સહિત પોલીસ સટાફે આનંદ પ્રાપ્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *