સિદ્ધપુર અને કાકોશી ઘરફોડ ચોરીના ગુન્હામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલસીબી

સિદ્ધપુર અને કાકોશી ઘરફોડ ચોરીના ગુન્હામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલસીબી

પાટણ જિલ્લાના સિદ્ધપુર અને કાકોશી પોલીસ સ્ટેશનના કુલ-૦૩ ઘરફોડ ચોરીના ગુન્હામા સંડોવાયેલ અને પોલીસ પકડથી નાસતા ફરતા આરોપીને પાટણ એલસીબી ટીમે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ અગામી સમયમા રાજ્યમા યોજાનાર સ્થાનીક સ્વરાજયની ચુંટણી અનુસંધાને પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જેને ધ્યાનમાં રાખીને પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર નાઓના માર્ગદર્શન હેઠળ ટીમે પાટણ જીલ્લામાં નાસતા ફરતા આરોપી ઓની માહિતી મેળવી પકડી પાડવા સારૂ પાટણ શહેરમા ખાનગી વાહનમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન હકીકત મળેલ કે, સિધ્ધપુર અને કાકોશી પો.સ્ટે.મા નોધાયેલ ૩ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને પોલીસ પકડથી નાસતા ફરતા આરોપી જાદવ જબ્બરસિંહ ઉર્ફે વિપુલસિંહ ભારતસિંહ રહે.અમરાણીપુરા સમૌ તા.ડીસા જી.બી.કે.વાળાઓ હાલમા પાટણ શહેર ખાતે હાજર છે જે હકીકત આધારે ટીમે ધટના સ્થળે પહોંચી ઉપરોક્ત ઇસમને પકડી આગળ ની કાયૅવાહી માટે પાટણ સીટી બી ડીવી.પો.સ્ટે. ને સોંપવા તજવીજ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *