સાબરકાંઠા; પરિવાર ધાર્મિક પ્રવાસે ગયો અને સોના-ચાંદીના દાગીનાની ચોરી

સાબરકાંઠા; પરિવાર ધાર્મિક પ્રવાસે ગયો અને સોના-ચાંદીના દાગીનાની ચોરી

હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલી ઋષભદેવ સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી છે. પરિવાર રાજસ્થાન ધાર્મિક પ્રવાસે ગયા હતા. તેઓ 6 જૂનના રોજ ઘરેથી નીકળ્યા હતા. રાત્રે પરિવાર પરત ફર્યો ત્યારે તેમના બીજા માળે આવેલા મકાનનું તાળું તૂટેલું જોવા મળ્યું. અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી નાખી હતી. તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર બી ડિવિઝન પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *