નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!


રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૬.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૩૭૩ સામે ૮૧૪૯૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૫૭૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૯૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૩૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૭૩૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૨૬ સામે ૨૪૮૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૩૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૯૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૬૭૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વૈશ્વિક સ્તરે અનપ્રેડિકટેબલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફનું શસ્ત્ર ઊગામતા રહી વૈશ્વિક બજારોમાં ઉથપાથલ સર્જી રહ્યા છે. યુક્રેનના રશિયા પર ઘાતક હુમલાને લઈ જીઓપોલિટીકલ ટેન્શન ફરી વધતાં અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચાઈનાથી સ્ટીલની આયાત પર ૫૦% ટેરિફ સહિતના નિર્ણયોને લઈ વૈશ્વિક વેપાર યુદ્વ વકરવાના એંધાણ અને હોંગકોંગની હાલત કફોડી બની રહ્યાના અહેવાલો વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતીમાં નરમાઈ સાથે ભારતીય શેરબજારમાં પણ નેગેટીવ અસરે આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

ટ્રમ્પને અમેરિકાની ફેડરલ કોર્ટના એક દિવસ રેસિપ્રોકલ ટેરિફ લાદવાની સત્તા નહીં હોવાનું અને બીજા જ દિવસે યુ-ટર્નને લઈ છેલ્લે ચાઈના સાથે ટેરિફ વાટાઘાટ પડી ભાંગ્યાના અને અમેરિકામાં સ્ટીલની આયાત પર ૫૦% ટેરિફ લાદવાના નિર્ણયને લઈ વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાયું છે. હજુ અનિશ્ચિતતાનો દોર કાયમ રહેવાની શકયતાએ બજારની ચાલ ઈન્ડેક્સ બેઝડ અથડાતી અને સ્ટોક સ્પેસિફિક બની રહેવાની શકયતા છે.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ચીન અને અમેરિકા વચ્ચે વેપાર વિષયક ટેરીફનો વિવાદ ફરી વકરતા વૈશ્વિક ડોલરનો ઈન્ડેક્સ ઘટતાં આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો નોંધાયો હતો, જયારે રશિયા તથા યુક્રેન વચ્ચે તંગદીલી ફરી વધી જતાં અને ઓપેકના દેશોએ જુલાઈ માસ માટે ક્રૂડમાં ઉત્પાદન વૃદ્ધી અપેક્ષાથી ઓછી જાહેર કરતાં વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવમાં ઝડપી ઉછાળો નોંધાયો હતો.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી અને કોમોડિટીઝ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૪૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૬૬ અને વધનારની સંખ્યા ૧૭૩૧ રહી હતી, ૧૪૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એક માત્ર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૬૯% વધ્યો હતો, જયારે અદાણી પોર્ટ ૨.૪૨%, બજાજ ફિનસર્વ ૧.૭૪%, બજાજ ફાઈનાન્સ ૧.૬૯%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૬૨%, ઝોમેટો લિ. ૧.૫૩%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૫૧%, મારુતિ સુઝુકી ૧.૩૩%, એનટીપીસી લિ. ૧.૩૨% અને ટીસીએસ લિ. ૧.૩૦% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા….

મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટીની ૪, જૂનના બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ દિવસીય ધિરાણ નીતિ સમીક્ષા મીટિંગમાં આ વખતે નાણા વર્ષ ૨૦૨૬ની આર્થિક વૃદ્વિના અંદાજમાં કોઈ ફેરફાર નહીં થવાની સાથે રેપો રેટમાં વધુ ૦.૨૫%નો ઘટાડો થવાની શકયતા મૂકાઈ રહી છે. જો આરબીઆઈ દ્વારા આ વખતે ૦.૨૫%નો વધુ ઘટાડો થશે તો રેપો રેટનો દર ઘટીને ૫.૭૫% થશે. ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં સારૂ રહેવાના અનુમાનને લઈ કૃષિ અને ગ્રામીણ અર્થતંત્ર પર પોઝિટીવ અસરના અંદાજને લઈ આરબીઆઈ એમપીસીનું ફોક્સ આર્થિક વૃદ્વિ પર રહેવાની બજારનો અમુક વર્ગ શકયતા બતાવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, એમપીસી દ્વારા એપ્રિલમાં રેપો રેટમાં ૦.૨૫%નો ઘટાડો કરાયો હતો. આ અગાઉ ફેબ્રુઆરીમાં પણ આટલો જ ઘટાડો કરાયો હતો. આ પૂર્વે એમપીસી દ્વારા સતત ૧૧ મીટિંગમાં રેપો રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. ભારતનો આર્થિક વિકાસ-જીડીપી વૃદ્વિ દર નાણા વર્ષ ૨૦૨૪-૨૫ના ચોથા ત્રિમાસિક જાન્યુઆરી થી માર્ચ ૨૦૨૫માં વધીને ૭.૪%ના સ્તરે અને સંપૂર્ણ નાણા વર્ષનો વૃદ્વિ દર ઘટીને ચાર વર્ષના તળીયે ૬.૫% જાહેર થયો હોઈ આર્થિક વિકાસ પર આરબીઆઈ, સરકારનું ફોક્સ વધવાની શકયતા બતાવાઈ રહી છે. જેને લઈને પણ રેપો રેટમાં વધુ ઘટાડો થવાનો અંદાજ મૂકાઈ રહ્યો છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *