પાટણ પાલિકા હસ્તકની બગવાડા દરવાજાથી સુભાષચોક વચ્ચેના રોડ ઉપર આવેલ વાદી સોસાયટી પાસેનું મ્યુનિસીપલ કોમ્પલેક્ષ તથા તીરુપતીના નાકે આવેલ પશુ ભુવનવાળુ કોમ્પલેક્ષ અને રાજમહેલ રોડ ઉપર આવેલ પાલિકા બજાર જેવી મિલ્કતો બાબતે નગરપાલિકામાં આ કોમ્પલેક્ષોની કેટલીક જગ્યાઓ જર્જરીત હોવાની રજુઆતો મળેલ હોય જેને ધ્યાનમાં રાખીને પાટણ પાલિકા હસ્તકના આ તમામ કોમ્પલેક્ષોની જર્જરીત થયેલ દુકાનોના કબ્જેદારો પાસે જઈ પાલિકાના સિવિલ એન્જીનીયર મોનીલભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી દુકાનો જર્જરીત જણાતી હોઈ તેવી દુકાનો આઈડેન્ટીફાય કરવાની અને તેનો રીપોર્ટ તાત્કાલીક જીતેશભાઈ વોરા નગર નિયોજક તથા ટાઉન પ્લાનીંગ શાખાને આપી ટાઉન પ્લાનીંગ શાખા અને સેનેટરી ઈન્સ્પેકટરના સહયોગમાં રહી વાદી સોસાયટીની તથા નગરપાલિકા હસ્તકના તમામ કોમ્પલેક્ષોની દુકાનો જર્જરીત હાલતમાં સિર્વીલ એન્જીનીયર ધ્વારા જણાવવામાં આવે તેને જાહેર હીતમાં જાનહાની ન થાય તે હેતુથી તાત્કાલીક અસરથી સીલ મારી અને કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી કરવાનો હુકમ પાલિકા પ્રમુખના આદેશથી પાલિકાના ચિફ ઓફિસર દ્વારા પાલિકાના સિર્વીલ એન્જીનીય, નગર નિયોજક તથા સેનેટરી ઈન્સ્પેકટરને સંયુકત રીતે કરવામાં આવ્યો હોવાનું પાલિકાના સુત્રો તરફથી જાણવા મળ્યું છે. આ ત્રણેય જવાબદાર અધિકારીઓને સુચિત કરવામાં આવ્યા છે જો આપના ધ્વારા આવી જર્જરતી ઈમારતો સામે કાર્યવાહી નહી કરવામાં આવે અને કોઈ જાનહાની થશે તો તેની સંપુર્ણ જવાબદારી ત્રણેય અધિકારીઓની રહેશે તેવું પણ જણાવાયું હોવાનું જાણવા મળ્યું છે.

- June 3, 2025
0
129
Less than a minute
You can share this post!
editor