ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર; 22 જૂને મતદાન અને 25 જૂને મતગણતરી

ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર; 22 જૂને મતદાન અને 25 જૂને મતગણતરી

આજે રાજ્ય ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. આ સાથે જ હવે ગુજરાતની ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન થઇ ગયું છે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 22 જૂને મતદાન યોજાશે અને 25 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે. 2 જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. 9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે.

રાજ્ય ચૂંટણી કમિશ્નર એસ. મુરલીક્રિષ્ણાએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપતા કહ્યું હતું કે, આજે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. 22 જૂને રાજ્યની 8326 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે. જ્યારે 25 જૂને પરિણામ જાહેર કરાશે. સોમવારે બીજી જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે. 3638 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે. 9 જૂન ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. 10 જૂને ઉમેદવારી પત્રની ચકાસણી હાથ ધરાશે. 11 જૂન ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિત લાગુ થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *