પાટણ માંથી ચાર માસ અગાઉ ચોરેલ મો.સા.સાથે આરોપીને ઝડપી લેતી એલસીબી પોલીસ

પાટણ માંથી ચાર માસ અગાઉ ચોરેલ મો.સા.સાથે આરોપીને ઝડપી લેતી એલસીબી પોલીસ

પાટણ માંથી ચાર માસ અગાઉ ચોરેલ મો.સા.સાથે આરોપીને પાટણ એલસીબી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લામાં મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા શોધી કાઢવા સારૂ સુચના કરેલ જે સુચના આધારે એલસીબી પીઆઇ આર.જી.ઉનાગર ના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસોએ ચક્રોગતિમાન કરી પાટણ ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી મળતાં ટીમે પાટણ શહેર બી ડીવી પો.સ્ટે મા નોંધાયેલ મો.સા.ચોરીને અંજામ આપનાર ચેતનભાઈ ડાહ્યાભાઇ રાવળ, ઉ.વ.૩૦ રહે-સાંપ્રા તા.સરસ્વતી જી.પાટણ વાળાને ચોરીના હીરો હોંડા મો.સા.કિં.રૂ.૧પ ૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી મો.સા.ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢી આગળની કાર્યવાહી સારૂ પાટણ સીટી બી ડીવી પો.સ્ટે. ખાતે સોંપેલ હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *