પાટણ એપીએમસી દ્વારા નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફૂલસ્કેપના ચોપડાઓનું વિતરણ શરૂ કરાયું

પાટણ એપીએમસી દ્વારા નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફૂલસ્કેપના ચોપડાઓનું વિતરણ શરૂ કરાયું

સારી કવોલેટી ના ચોપડા વહેલા તે પહેલાના ધોરણે મેળવી લેવા ચેરમેન ની અપીલ; પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ચાલુ સાલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં માલનું વેચાણ કરવા આવતા ખેડૂતોના અભ્યાસ કરતા દીકરા-દીકરીઓ માટે નહીં નફો નહીં નુકસાનના ધોરણે સારી ક્વોલિટીના ફુલ સ્કેપના ચોપડાઓનું વિતરણ ગુરૂવારથી શરૂ કરવામાં આવ્યું છે.

પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણ એપીએમસીમાં ખેત ઉત્પાદનના માલ સામાન નું વેચાણ કરવા આવતા ખેડૂતોના અભ્યાસ કરતા દીકરા-દીકરીઓ માટે માર્કેટ કમિટીએ ચાલુ સાલે 1,00,000 કરતાં વધારે સારી ક્વોલિટીના 168 પેજના ફુલ સ્કેપ ચોપડાઓ ડઝન ₹400 ના દરે વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.

આ ચોપડાઓ ખેતીવાડી ઉત્પન્ન બજારમાં સમિતિમાં માલ સામાન નું વેચાણ કરવા આવતા ખેડૂતોના અભ્યાસ કરતા દીકરા- દીકરીઓની સાથે સાથે પાટણના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પણ ડઝન રૂપિયા 400 ના ભાવે નહીં નફો નહીં નુકસાન ના ધોરણે આપવામાં આવનાર છે. તો પાટણના પ્રબુદ્ધ નગરજનો એ પણ પોતાના અભ્યાસ કરતા દીકરા-દીકરીઓ માટે વહેલા તે પહેલાના ધોરણે પાટણ એપીએમસી હોલ ખાતેથી ચોપડા ખરીદ કરવા તેઓએ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *