પાટણ કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

પાટણ કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને ગુરુવારે પાટણ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા સેવા સદન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કલેકટરએ જિલ્લાના અરજદારોના પ્રશ્નો અને તેઓની રજૂઆતો સાંભળી તમામ અરજીનો હકારાત્મક અભિગમ સાથે નિવેડો આવે એવા સૂચન અને આદેશ કર્યા હતા. કાર્યક્રમમાં જમીન માપણી સર્વે, વારસાઈ હક્ક, રોડ મરામત,દબાણ અનેગંદકી દૂર કરવી,બસ,પાણી,જમીન રિસર્વે પ્રમોલગેશન બાદ ક્ષતિના સુધારા બાબત વગેરે સંદર્ભે ૧૦ અરજદારો તરફથી  જિલ્લા સ્વાગતમાં અરજી કરી હતી.

આ અરજીના સંદર્ભે જિલ્લા કલેકટરે અરજદારોને સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને સત્વરે અરજીનો નિકાલ લાવવા માટે જણાવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ,જિલ્લા પોલીસવડા વી.કે.નાયી,નિવાસી અધિક કલેક્ટર વી.એલ.બોડાણા સહિતના અધિકારીઓ,  કર્મચારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *