બાગાયતની ખેતીને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા 30 યોજના હેઠળ સહાય અપાશે; બનાસકાંઠા જિલ્લામા બાગાયતી ખેતીને વેગ આપવા માટે સરકાર દ્વારા જુદી જુદી 30 યોજના હેઠળ બાગાયત વિભાગ દ્વારા બાગાયતની ખેતી કરતા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે છે. જેમાં ખેડૂતોને આઇ ખેડૂત પોર્ટલ 2.0 પર ફરજિયાત નોંધણી કરાવવાની હોય છે. જે ખેડૂતોની નોંધણીનો 24 એપ્રિલથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર સરહદી બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે.જોકે ખેડૂતોના ફળ પાકમાં વધારો કરવા, ઔષધીય પાકો,ખારેક જેવા પાકોનો વ્યાપ વધે તે માટે તેમજ આ પાકોને સિંચાઇના પાણી તેમજ તેના રક્ષણ માટે અને વધુમાં વધુ ખેડૂતો બાગાયતી ખેતી કરતા થયા છે.તે માટે તેમને તાલીમ આપવા સહિત જુદી જુદી 30 યોજના હેઠળ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે છે. જોકે આ સહાય મેળવવા માટે ખેડૂતોને નવીન ખેડૂત આઇ પોર્ટલ 2.0 પર નોંધણી ફરજીયાત કરાવવાની હોય છે.જે નોંધણી તા.24 એપ્રિલથી 31 મે સુધી કરવામાં આવશે.જેને લઇ જે ખેડૂતો બાગાયતી ખેતી કરતા હોય તેમને સરકારી સહાય મેળવવા પોતાની આઇ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવી દેવા બાગાયત વિભાગ દ્વારા જણાવાયું છે.

