વિસનગર નૂતન કોલેજ ઓફ નર્સિંગ દ્વારા વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી

વિસનગર નૂતન કોલેજ ઓફ નર્સિંગ દ્વારા વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી

વિસનગરની સાંકળચંદ યુનિવર્સિટીના નૂતન કૉલેજ ઑફ નર્સિંગ દ્વારા બી.એસી. નર્સિંગના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ વિશ્વ રસીકરણ સપ્તાહ, સ્વસ્થ શરૂઆત અને આશાસ્પદ ભવિષ્ય વિષે જાગૃતિ આવે એ હેતુથી, પ્રસૂતિ વિભાગમાં, નૂતન જનરલ હોસ્પિટલ, વિસનગર ખાતે તારીખ 24 એપ્રિલ 2025, સવારે 11 વાગ્યેના રોજ રસીકરણ વિષે શિક્ષણ આપીને સમજાવ્યું હતું. તેમાં પ્રસૂતિ વિભાગના યુગલોને પૂરતી સમજણ પડે એવી રીતે કઠપૂતળી ના કાર્યક્રમદ્વારા માહિતી આપી હતી.

આ કાર્યક્રમ પ્રસૂતિ વિભાગ, નૂતન કૉલેજ ઑફ નર્સિંગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ બધા માટે ખુબ જ અસરકારક રહ્યો હતો. આ કાર્યક્રમમાં અતિથિ વિષેશ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ અને નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ તથા પ્રસૂતિ વિભાગના હેડ, સિસ્ટર તેમજ અન્ય સ્ટાફ હાજર રહ્યાં હતાં, આ ઉપરાંત પણ નૂતન કૉલેજ ઑફ નર્સિંગના બાળ આરોગ્ય વિભાગના ફેકલ્ટી ઉપસ્થિત રહ્યાં હતાં. કૉલેજના પ્રિન્સિપાલ ડૉ.શિવાસુબ્રમણ્યમએ પ્રસૂતિ વિભાગને, આભાર વ્યક્ત કર્યો હતો. જે બદલ સાંકળચંદ યુનિવર્સિટીના પ્રમુખ પ્રકાશભાઇ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. પી. એમ.ઉદાણી, નૂતન કૉલેજ ઑફ નર્સિંગના પ્રિન્સિપાલ ડૉ. શિવાસુબ્રમણ્યમ, વાઈસ પ્રિન્સિપાલ ડૉ. મહાલક્ષ્મી, તેમજ તમામ ફેક્લટીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *