જમ્મુ કાશ્મીરના પહેલગામમા થયેલા આતંકવાદી હુમલામાં અનેક નિર્દોષ લોકોને ક્રુરતાવાદી માનસિકતા ધરાવતા આતંકીઓએ પોતાની ગોળીનો શિકાર બનાવી મોતને ઘાટ ઉતારી દીધા હતાં. જે ઘટનાએ દેશ અને વિદેશમાં પણ હાહાકાર મચાવી દીધો છે. આ આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે, ઠેર ઠેર આતંકી હુમલાના વિરોધમાં પ્રદર્શન યોજાઈ રહયા છે. હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચ દ્વારા આતંકીઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં થયેલા આ હુમલા બાદ કેન્દ્ર સરકાર પણ ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે ગુજરાતના સાવજ ગણતા અને ધર્મ ઉપદેશક કરશનબાપુ ભાદરકાએ પણ આ બાબતે દુઃખ સાથે આક્રોશ વ્યક્ત કર્યો છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને સિંહ ગર્જના સાથે હુંકાર ભરતા કરશનબાપુ ભાદરકાએ કેન્દ્ર સરકારને આપી ખુલ્લી ચેતવણી કહ્યું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલા માટે જો પાકિસ્તાન જવાબદાર હોય તો સરકાર ક્ષણવારનો પણ વિલંબ કર્યા વગર યુદ્ધ જાહેર કરી દેવું જોઈએ. પોતાનો આક્રોશ વ્યક્ત કરતા વધુમાં કરશનબાપુએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સાથેના યુદ્ધ માટે જે કાંઈ પણ ખર્ચ થશે તેમાં 11 કરોડ રૂપિયાના ફંડની જવાબદારી વ્યક્તિગત રીતે હું મારા માથે લઉ છું જો સરકાર પાકિસ્તાન સાથે યુદ્ધ જાહેર કરશે અને યુદ્ધમાં પાકિસ્તાનને સબક શીખવાડતા આતંકવાદને નેસતો નાબૂદ કરશે તો બે ચાર વિઘા જમીન ઓછી કરીને પણ હું 11 કરોડ રૂપિયાની સરકારને મદદ કરવા તૈયાર છું.
વારંવારના થતા આવા આતંકી કૃત્યો કે નરસંહાર માટે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, ડંકાની ચોટ પર બદલો લઈશું એ જ મૃતકોની સાચી શ્રદ્ધાંજલિ હશે તેવી ચેતવણી પણ આતંકવાદી સંગઠનો આપી કેન્દ્ર સરકારને પણ ચેતવ્યા છે. ખૂબ જ દુઃખ અને અંતરના આક્રોશ સાથે કરશન બાપુએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે આપણા દેશને સુરક્ષિત રાખવા માટે હવે એક પણ આતંકવાદી બચાવો ન જોઈએ. મૃતકોના આત્માને પરમ સ્થાન માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરતા કરશનબાપુ ભાદરકાએ ફરી એકવાર સરકારને વિનંતી કરી ચેતવ્યા છે કે બસ હવે બહુ થઈ ગયું માનવતા વિરોધી આતંકીઓનો સફાયો કરીને જ સરકાર પોતાની સાચી સિદ્ધિ સાબિત કરી દેશના નાગરિકોને પૂરતી સુરક્ષા આપે.