પાટણ માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરાજી, સાચું તોલ અને રોકડ નાણાના વહેવારે ખેડૂતોનો વિશ્વાસ સંપાદન કર્યો છે : ચેરમેન તહેવારોની રજા બાદ મંગળવારે શરૂ થયેલ પાટણ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી મોટીસંખ્યામાં પાટણ સહિત મહેસાણા અને બનાસકાંઠાના ખેડૂતો પોતાના વિવિધ પાકોના ઉત્પાદનનું વેચાણ કરવા વાહનો મારફતે આવી પહોંચતા પાટણ માર્કેટયાર્ડમાં વિવિધ જણશોની બમ્પર આવક થઈ હોવાની સાથે પાટણ માર્કેટયાર્ડ દ્વારા પાટણ-ઊંઝા હાઇવે માર્ગ પર દિગડી ગામ નજીક હંગામી ધોરણે શરૂ કરવામાં આવેલ તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ તમાકુની બોરીની આવક થવા પામી હોવાનું ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું. ત્રણ દિવસની રજા બાદ મંગળવારથી શરૂ થયેલ પાટણ માર્કેટયાર્ડમાં વહેલી સવારથી જ ખેડૂતો વાહનો મારફતે પોતાના એરંડા, રાયડો ઘઉં સહિતની જણશોના વેચાણ માટે આવી પહોંચતા અને માર્કેટયાર્ડમાં વાહનોના ખડકલાના કારણે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે માર્કેટયાર્ડના કર્મચારીઓ તેમજ સિક્યુરિટીના જવાનોએ સુંદર આયોજન ગોઠવ્યું હતું. પાટણ માર્કેટયાર્ડ દ્વારા પાટણ-ઊંઝા હાઇવે માર્ગ પર આવેલ દિગડી ગામ નજીક કાર્યરત કરાયેલા હંગામી તમાકુ યાડૅમા પાટણ પંથક સહિત બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ખેડૂતોને પોતાના તમાકાના ઉત્પાદનનું યોગ્ય વળતર મળી રહેતું હોય અંદાજીત ૪૦ હજારથી વધુ તમાકુની બોરીની આવક થઈ હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
- April 15, 2025
0
424
Less than a minute
You can share this post!
editor

