ગુનામાં સંડોવાયેલા અન્ય એક ઈસમને ઝડપી લેવા ચક્રો ગતિશીલ બનાવ્યાં; પાટણ એલસીબી પોલીસે સમી અને વાવ પંથકના વિસ્તારમાંથી ચોરી કરેલ બાઈકો સાથે ઠાકોર દિલીપભાઇ સોનાભાઇ રહે.ગડસઇ તા.સાંતલપુર જી.પાટણવાળા ને ચોરીના બે બાઈકો સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા સિન્ધી (ડફેર) સલીમ સુમાર રહે.વાદળીથર તા.સાંતલપુર જી.પાટણને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લામાં બનેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર અને એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો મિલ્કત સંબંધી અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ રાધનપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે રાધનપુર રામદેવ હોટલ પાસેથી ચોરીના બે બાઈકો સાથે ઠાકોર દિલીપભાઇ સોનાભાઇ રહે.ગડસઇ તા.સાંતલપુર જી.પાટણવાળાની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી સારુ રાધનપુર પો.સ્ટે.ખાતે સોંપી આ ગુનામાં સંડોવાયેલ સિન્ધી (ડફેર) સલીમ સુમાર રહે. વાદળીથર તા.સાંતલપુર જી.પાટણને ઝડપી લેવા ચક્રો ગતિશીલ બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.