હિંમતનગર ખાતે વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ

હિંમતનગર ખાતે વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ

વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે હિંમતનગરમાં જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂની સિવિલ હોસ્પિટલથી શરૂ થયેલી આ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરીને ટાવર ચોક થઈ પરત ફરી હતી. રેલીમાં સહભાગીઓએ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

વર્ષ 2025ની વિશ્વ ટીબી દિવસની થીમ “Yes! We Can End TB: Commit, Invest, Deliver” છે. સાબરકાંઠા જિલ્લા પંચાયત અને જિલ્લા ક્ષય કેન્દ્ર હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી રેલીમાં જિલ્લા ક્ષય કેન્દ્રનો સ્ટાફ અને હિંમતનગર નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. જિલ્લા ક્ષય અધિકારી ડૉ.ફાલ્ગુનીબેન પરમારે જણાવ્યું કે, ટીબીથી સાજા થયેલા દર્દીઓને ટીબી ચેમ્પિયન તરીકે તૈયાર કરવામાં આવે છે. આ ચેમ્પિયન્સ લોકોમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવે છે અને ટીબી અંગેની ગેરમાન્યતાઓ દूર કરવામાં મદદ કરે છે. વર્ષ 2024માં સાબરકાંઠા જિલ્લામાં 4732 ટીબીના કેસો નોંધાયા છે. તેમાંથી 4128 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 2912 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં સારવાર સફળતા દર 91 ટકા છે. વર્ષ 2024માં 3722 ટીબીના દર્દીઓને નિક્ષય પોષણ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *