દારૂ નાસ કટવાં માટે ધરાયેલ મહિલાઓ પોતે દેશી દારૂના અડ્ડાઓ પર જઈ રેડ કરી
પ્રશાનની કામગીરી સામે સવાલો ઉઠ્યા; મળતી વિગતો અનુષાર અમીરગઢની ઢોલિયાગામની મહિલાઓ પોતે પ્રશાશનના કરવાના કામો કરવા માટે કાયદો હાથમાં લઇ પોતે દારૂ ગાળવાના અડ્ડાઓ પર રેડ કરી દારૂ નાશ કર્યો હતો સ્થાનિક મહિલાઓના જણાવ્યા મુજબ અહીંયા કેટલાય સમયથી દેશી દારૂનું વેચાણ થાય છે અને પાડવામાં આવે છે. અમારા ભાઈ બાપાઓ આવા દારૂ પીને સ્વાસ્થ અને જીંદગી બન્ને બગાડી રહ્યાં છે. કેટલી બેન દીકરીઓ નાની ઉમરે વિધવા બની ગઈ કેટલાય બાળકો અનાથ થઈ ગયા આખરે કંટાળી અમે આ પ્રસાશનું કામ કર્યું મહિલાઓએ કાચું દારૂ પાડવાની જગ્યાએ અને આસપાસના ઘર રેહણાંક મકાનો ચેક કરી દારુના ડ્રમ સહિતનાં વાસણો તોડી પાડ્યા હતા અને અગાઉ જરૂર પડે અમે અમારી ભાઈ બાપાની જિંદગીઓ બચાવવા ઉગ્ર દેખાવ કરીશું.