બેઘર બનેલા પીડિત પરિવારો એ ઠાલવ્યો આક્રોશ; પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં દબાણો પર આજે તંત્ર ત્રાટક્યું હતું. જેમાં 09 પરિવારના પાકા મકાનના દબાણ હટાવાયા હતા. ત્યારે બેઘર બનેલા પરિવારજનો એ કલ્પાંત કરતા તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો.
પાલનપુરના ગણેશપુરામાં દબાણો પર તંત્ર ત્રાટક્યું હતું. તંત્રનું માની એ તો, ત્રણ માસ અગાઉ આ દબાણદારોને નોટિસ અપાઈ હતી. એક માસ અગાઉ પણ આ દબાણદારોને દબાણ ખાલી કરવા નોટિસ આપી હતી. જોકે અન્ય સમાજની જમીન પર છેલ્લાં 50 વર્ષથી દબાણ કરી પાકા મકાન બનાવી રહેવા મુદ્દે હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા આજે દબાણ તોડી પડાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ત્યારે બીજી બાજુ મકાનોમાં રહેનારા નવ પરિવારો હવે ઘર વિહોણા બન્યા છે અને ફસાયા છે. કારણ કે હવે તેમને જાવું તો ક્યાં જાવું? એ પણ એક સવાલ છે. જેથી વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના દબાણો તોડી પાડવા સામે પીડિતોએ સરકાર અને તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો.
પાલનપુરના ગણેશપુરા વિસ્તાર નજીકમાં દબાણ કરીને રહેતા નવ જેટલા પાકા મકાનો તોડી પડાયા હતા. જોકે, આ મકાનો એક અન્ય સમાજની જગ્યાના દબાણ મા હતા. જેને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. અને હાઇકોર્ટ માંથી કેસ જીત્યા બાદ તંત્રએ આ મકાનો દૂર કરવા માટે ત્રણ માસ અગાઉ નોટિસ પાઠવી હતી જ્યારે બીજી નોટિસ એક માસ અગાઉ પાઠવી હતી. જોકે આ દબાણ દૂર ન કરાતા આખરે તંત્ર એ નવ પાકા મકાનો પર બુલડોઝર ફેરવી નાખ્યું હોવાનું સીટી સર્વે અધિકારી પ્રશાંત પટેલે જણાવ્યું હતું.
છેલ્લા 40 – 50 વર્ષથી આ પરિવારો દબાણ કરીને રહેતા હતા અને નગરપાલિકાને તમામ પ્રકારના વેરા પણ ભરતા હતામ પરંતુ વાત એ છે કે છેલ્લાં 50 વર્ષોથી રહેતા હોવા છતાં તેમને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ દબાણ તોડી પડાયા છે. જેને કારણે 9 જેટલા પરિવારો હવે ઘર વિહોણા બન્યા છે. ત્યારે આ નવ જેટલા પરિવારોના બાળકો પણ અભ્યાસ કરે છે. કામ ધંધો, પશુપાલન એ હવે નકામું બન્યું છે. ત્યારે હવે એમના મોઢે એક જ સવાલ છે કે, જાવું તો ક્યાં જાવું ત્યારે સરકાર અને તંત્ર પ્રત્યે આક્રોશ ઠાલવતા પીડિતોએ જણાવ્યું હતું કે, નેતાઓ માત્ર વોટ લેવા આવે છે. અને સરકાર કહે છે કે, આ ગરીબોની સરકાર છે. પરંતુ આ સરકાર ગરીબોને હટાવે છે એવા આક્ષેપ પણ આ પરિવારજનોએ કર્યા હતા