અમીરગઢમાં અસામજીક તત્વો પર પોલીસની ડિમોશનલ કાર્યવાહી

અમીરગઢમાં અસામજીક તત્વો પર પોલીસની ડિમોશનલ કાર્યવાહી

કીડોતર અને ભડથનાં પાટિયાં નજીકનાં અવૈધ મિલ્કતો તોડી પડાઇ

૨૫ ની યાદી પૈકી ૨ થી વધુ અવૈધ દુકાનો પર ડિમોશનલ કાર્યવાહી; હાલમાં ગુજરાતમાં પોલીસ ની ડિમોશ્નલની કાર્યવાહી જોઈ ચારે ઓર જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતના ડી.જી.પી થતા બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીના માર્ગદર્શન આધારે અમીરગઢમાં અસામાજિક અને રીઢા ગુન્હેગારો સામે પોલીસની મોટી કાર્યવાહી જોવા મળી રહી છે. આજે અમીરગઢ પી.આઈ એસ કે પરમાર અને પોલીસ સ્ટાફ તથા NHI ટોલ પ્લાઝા ખેમાણાં અને અન્ય એજન્સીઓ દ્રારા પોલીસ યાદીમાં આવતા અસામાજીક તત્વો સામે પોલીસે ડિમોશનની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અમીરગઢના કીડોતર પાટિયા અને ભડથ નજીકથી બે અવૈધ દુકાનોને તોડી પડવામાં આવી હતી જોકે આ કાર્યવાહી અહીંયા થંભી જતી નથી ૨૫ નામોની લિસ્ટમાં ૨૫ પૈકી હાલમાં બે થી વધુ દબાણો કે અવૈધ દુકાનો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અને આગળ પણ ટૂંક સમયમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

જોકે આસામજીક તત્વો આ કાર્યવાહીથી ખળભળાટ મચી જવા પામ્યો છે અમીરગઢ પી આઈ એસ કે પરમારએ જણાવ્યું હતું કે સરકારના અને ડીજીપી અને પોલીસ વડાના આદેશ અનુસાર અવૈધ મિલ્કતો વીજ કનેક્શન અને પાણીનું કનેક્શન પણ કાપી દેવામાં આવશે જેથી આવા ગુન્હેગારોને ગુન્હાહિત પાર્વૃત્તિઓ આચરતાં પેહલા વિચાર આવશે…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *