ભર ઉનાળે પાણી ની પરબ તોડી પડતા લોકો માં ઘેરા પ્રત્યાઘાત રોજ ના સેંકડો લોકો ની તરસ છીપાવતી પરબ તોડી પાડવાનો તઘલખી નિર્ણય કોનો…..? બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક વડગામ ખાતે જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ પાણી ની પરબ ની તોડી પાડી તેની જગ્યા એ વડગામ પોલીસે ટ્રાફિક નિયમન બુથ ઉભું કરી દેવાતા લોકો માં કચવાટ ઉભો થવા સાથે અનેક સવાલ સામે આવ્યા છે.
તાલુકા મથક વડગામ ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી ના ગેટ સામે લોકો ને બેસવા માટે આર.સી.સી. નો શેડ બનાવેલ હતો.જેની બાજુ માં લોકો ને પીવાનું પાણી મળી રહે તે હેતુ થી દાતા દ્રારા ગામ લોકો ના સહીયોગ થી પાણી ની પરબ બનાવવામાં આવી હતી.જોકે ટ્રાફિક ની સમસ્યા હલ કરવાના નામે પહેલા નાગરિકો ના બેસવા માટે નો શેડ તોડી જગ્યા ખુલ્લી કરી અને હવે પાણી ની પરબ તોડી પાડી ત્યાં વડગામ પોલીસે ટ્રાફિક નિયમન બુથ ઉભું કરી દેવાતા ભર ઉનાળા માં લોકો ને પાણી માટે ટલવળતા કરી નાખતા ગામ સહિત તાલુકામાં વિવાદ ઉભો થયો છે. આ બાબતે લોકો પૂછતાં તેઓ એ જણાવ્યું હતું કે પોલીસ ચોકી બનાવવા માટે પાણી ની પરબ તોડવા ની શુ જરૂર હતી.બુથ પાણી ની પરબ પાસે બનાવ્યું હોત તો બન્ને નો ઉપદેશ સચવાઈ રહેત. તાલુકા મથક વડગામ ખાતે આવતા મુલાકાતીઓ એ જણાવ્યું હતું કે જે જગ્યા એ પરબ હતી.તે પરબ અનેક લોકો માટે આશીર્વાદ રૂપ હતી. જેથી ત્યાં નવી પરબ બનાવવા માંગ કરી રહ્યા છે.
પરબ તોડી પાડવાનો તઘલઘી નિર્ણય કોનો…..?ટ્રાંફિકની સમસ્યા દૂર કરવા માટે પહેલા લોકો ને બેસવા નો પાકો શેડ ત્યાર બાદ જાહેર હીત માટે બનાવેલી પાણી ની પરબ તોડી પાડવાનો નિર્લજ્જ નિર્ણય કોનો તેવો સવાલ લોકો કરી રહ્યા છે. ત્યારે આ બાબતે વડગામ ના સરપંચ ને પૂછતાં તેઓ એ પંચાયત માં ઠરાવ કરી બુથ ઉભું કરાયા નું જણાવ્યું હતું. તો શું પાણી પરબ તોડવા નો નિર્ણય પંચાયત નો છે.જો હોય તો લોકો ને જવાબ આપે શા માટે આ નિર્ણય કર્યો…
ટ્રાફિક ની સમસ્યા માથા નો દુખાવો બની હતી; વડગામ તાલુકા પંચાયત ની સામે જુના બસ સ્ટેન્ડ સામે પિક અવર્સ ટાઈમ માં ટ્રાંફિક ની સમસ્યા માથા ના દુખાવા સમાન બની હતી જેથી વારંવાર સંકલન ની બેઠક માં રજૂઆતો કરવામાં આવતી હતી. તેવું એક અધિકારીએ જણાવ્યુ હતું જેના કારણે ટ્રાંફિક નિયમન બુથ બનાવવા નો ઠરાવ કરવામાં આવ્યો હતો. જ્યારે બુથ ગેરકાયદેસર બનાવ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે. આ બાબતે કોઈ કાનૂની પ્રક્રિયા ન થઈ હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે.