ગ્રામજનો કહે છે વિકાસ ખોવાઈ ગયો છે ક્યાં નજરે પડે તો બાઈવાડા પીક અપ સ્ટેન્ડ સુધી મોકલશો વિકાસને, સમગ્ર ગુજરાતમાં વિકાસની મોટી મોટી વાતો કરી ગતિશીલ ગુજરાત અને પારદર્શક વહીવટ સહિત મારું ગામ સુંદર ગામ જેવા સુત્રો આપવામાં આવી રહ્યા છે. જ્યાં વિકાસનું નામ પણ બોલતું નથી છતાં પણ ગુજરાતને વિકાસશીલ તરીકે અધિકારીઓ કાગળ પર ઓળખાવી રહ્યા છે. જ્યારે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની તો ડીસા તાલુકાના બાઈવાડા ગામે રોડ પર ઉભેલ ST બસ સ્ટેન્ડ છેલ્લા કેટલાક સમયથી પડું પડું હાલતમાં ઉભું છે. અને જર્જરિત હાલતમાં હોઈ મુસાફરો સહિત સ્થાનિકો ભયના નેજા હેઠળ પીક અપ સ્ટેન્ડમા બેસી જીવ જોખમમાં મુકી રહ્યા છે.
બાઈવાડા ગામના જાગૃત નાગરિક રીતે જણાવ્યું હતું કે આ બાબતે અમે તંત્રો અનેક રજવાતું કરે છતાં અમારું પીકઅપ બસ સ્ટેન્ડ દેખાતું નથી બાઈવાડા ગામમાં અનેક મુલાકાત લે છે પણ અમારું પીકઅપ બસ સ્ટેન્ડ જલ્દી હાલત દેખાતું નથી તો તાત્કાલિક ધોરણે પીકઅપ બસ સ્ટેન્ડ નવું બનાવવામાં આવે તેવી મારી માંગ છે. ચૂંટણીના પ્રચારમાં કેટલાય પ્રતિનિધિ પ્રચાર કરવા માટે સભાઓ ભરવામાં આવી હતી અને મોટા મોટા વાયદા પણ આપ્યા હતા પણ આદિન સુધી અમારો પીકઅપ બસ સ્ટેન્ડ બનવામાં આવ્યું નથી.