મેનેજર દ્વારા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનોનોંધી તપાસ હાથ ધરી: પાટણના પ્રસિદ્ધ પંચાસર જૈન મંદિર ને તસ્કરોએ નિશાન બનાવી દાન પેટીમાં રહેલી રોકડ રકમની ચોરી કરી ફરાર થયા હોવાની ઘટના પ્રકાશમાં આવતા જૈન સમુદાયમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તો આ ચોરીની ઘટનાની જાણ જૈન મંદિર ના મેનેજર દ્વારા એ ડિવિઝન પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે આવી ચોરીને અંજામ આપનાર તસ્કરોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાની મળતી માહિતી મુજબ પાટણના જૈન પંચાસર મંદિરમાં રવિવારે સાંજે દશૅનાર્થીઓ દશૅન કરી ને નિકળ્યા બાદ ફરજ પરના મેનેજર દ્વારા મંદિરને બંધ કરી પોતાના ઘરે ગયા હતા ત્યારે રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઇસમો એ જૈન મંદિર ને નિશાન બનાવી અંદર રહેલી દાનપેટી તોડી રોકડ રકમ રૂપિયા 15 હજાર જેટલી ચોરી ફરાર થઈ જતાં અને આ બનાવની જાણ સવારે જૈન મંદિર આવેલા મેનેજરને થતાં તેઓએ સ્થાનિક જૈન અગ્રણીઓને ધટના ની જાણ કરતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને બનાવની જાણ મેનેજર દ્વારા એ ડિવિઝન પોલીસ ને કરતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ ના ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.