રૂરલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી; ડીસાના કંસારી નજીકથી રવિવારે જીવદયા પ્રેમીઓની સમયસૂચકતાના પગલે એક પશુ ભરેલ પીક અપ ડાલુ ઝડપી પાડવામાં આવ્યું હતું અને આ બાબતની જાણ ડીસા રૂરલ પોલીસ સ્ટેશને કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મોટાપાયે મુંગા પશુઓની હેરાફેરી થતી હોવાનું નેટવર્ક ચાલી રહ્યું છે. ત્યારે રવિવારે ડીસાના કસારી નજીકથી પીક અપ ડાલામા 7 જેટલી પાડી ભરી પસાર થતું હોવાની બાતમી જીવદયા પ્રેમીઓને મળતા તેઓએ આ જીપડાલાને રોકી તપાસ કરતા તેમાં 7 જેટલી પાડી ક્રૂરતા પૂર્વક ઘાસચારા વિના ભરેલી મળી આવી હતી. જેથી આ મામલે જીવદયા પ્રેમીઓએ ડીસા રૂરલ પોલીસને જાણ કરી આ જીપડાલુ ડીસા રૂરલ પોલિસ મથકે લાવવામાં આવ્યું હતું. બનાવની જાણ થતા જીવદયાપ્રેમી હિનાબેન ઠક્કર પણ ડીસા રૂરલ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને આ તમામ પશુઓને પાંજરાપોળ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. આ મામલે રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.