કલેકટરનો આદેશ છતાં આજુબાજુના લોકો કચરા ફેકી જતાં હોય પાલિકા તંત્ર કાર્યવાહી હાથ ધરે તેવી માંગ; પાલિકા માં ચાર- ચાર પ્રજાપતિ સમાજના કોર્પોરેટરો હોવા છતાં છાત્રાલય નજીકની ગંદકીનું કાયમી નિરાકરણ નહીં આવતા સમાજ માટે કલંક પાટણ-ડીસા હાઇવે માર્ગ ઉપર આવેલ પ્રજાપતિ છાત્રાલય આગળ કલેકટર નો આદેશ હોવા છતાં આજુબાજુના લોકો ગંદકી ફેકી જતાં હોવાના કારણે ફેલાતી તીવ્ર દુર્ગંધને લઈને વિધાર્થીઓમા રોગ ચાળો ફાટી નિકળવાની દહેશત ઉભી થવા પામી છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી નિકાલ કરવા કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગણી સંસ્થાના પ્રમુખ સહિત છાત્રાલયમા રહેતાં વિધાર્થીઓ અનેપ્રજાપતિ સમાજના લોકો મા ઉઠવા પામી છે.
પાટણમાં આવેલ ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત પ્રજાપતિ છાત્રાલય આગળ વર્ષોથી આજુબાજુના રહીશો દ્વારા કચરો નાખવામાં આવે છે.નગરપાલિકાના ટ્રેક્ટર દ્વારા આ કચરો નિયમિત ઉપાડવામાં પણ આવે છે.પરંતુ આજુબાજુના રહીશો દ્રારા દિવસ દરમ્યાન છાત્રાલય ના પ્રવેશ દ્રારા પાસે જ કચરો ઠલવી જતાં હોવાથી આ ગંદકીની સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી.
આ બાબતે સંસ્થાના પ્રમુખ દ્વારા જિલ્લા સ્વાગતમાં ફરિયાદ કરી પ્રાંત અધિકારી,મામલતદાર અને નગરપાલિકામાં પણ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહિ આવતા છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર તેની અસર પડી રહી છે. જિલ્લા સ્વાગત ફરિયાદમાં બાદ કલેકટર દ્વારા નગરપાલિકામાં આદેશ કરવા છતાં નગરપાલિકા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકી નથી.અત્રે નોંધનીય છે.કે પાલિકામાં પ્રજાપતિ સમાજના ચાર કોર્પોરેટર હોવા છતાં પણ શહેરમાં આવેલી પ્રજાપતિ સમાજની એકમાત્ર છાત્રાલય આગળ ની આ સમસ્યાનો કાયમી નિકાલ કરાવી શક્યા નથી જે સમાજ માટે પણ એક કલંક લેખાવી શકાય.