સાબરકાંઠા : કડોલી પાસે યુવકની લાશ લટકતી હાલતમાં મળી આવી

સાબરકાંઠા : કડોલી પાસે યુવકની લાશ લટકતી હાલતમાં મળી આવી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં ચકચારી ઘટના સામે આવી છે. કડોલી પાસે સાબરમતી નદી કિનારે આવેલા કટ્ટી ધામ મંદિર પાછળ એક ઝાડ પર 45 વર્ષીય યુવકની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. સ્થાનિક લોકોએ આ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે લાશને ઝાડ પરથી ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ નાદરી પેથાપુર ગામના કિરણસિંહ કનુસિંહ મકવાણા તરીકે થઈ હતી. તેઓ હિંમતનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. ઘટનાને પગલે હિંમતનગર ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. મૃતકના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને આત્મહત્યા પાછળના કારણોની તપાસ ચાલી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *