ખેડબ્રહ્મામાં હરણાવ નદી કિનારે ચાઇનીઝ દોરીની 57 ફીરકી સાથે એક શખ્સ ઝડપાયો ખેડબ્રહ્મામાં હરણાવ નદી કિનારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 57 ફીરકીઓ સાથે એક શખ્સને બાતમી આધારે ઝડપી લઈને તેના સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારને લઈને પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલ બાતમીના આધારે ખેડબ્રહ્મા હરણાવ નદી કિનારે હનુમાનજી મંદિર પાસે પતંગ દોરાની દુકાનમાં તપાસ કરતા ચાઇનીઝ દોરીની ફીરકી નંગ 57 મળી આવી હતી. જેને લઈને પોલીસે રૂ 11,400નો મુદ્દામાલ કબજે લઈને ગણેશપુરી નારાયણપૂરી ગોસ્વામી (રહે.હરણાવ નદી કિનારે,હનુમાન મંદિર પાસે,ખેડબ્રહ્મા)ને ઝડપી લઈને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- January 13, 2025
0
82
Less than a minute
You can share this post!
editor