હિંમતનગરના મહાવીરનગરમાં તુલસી પૂજન દિવસ નિમિતે તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો આવતા જતા શહેરીજનોને છોડ સાથે પુસ્તિકા આપવામાં આવી હતી. ત્યારે હિંમતનગર ના મહાવીરનગર ચાર રસ્તે આસારામ બાપુના ભક્તો દ્વારા તુલસીનો ક્યારો મુકવામાં આવ્યો હતો. જેનું પૂજન અર્ચન કરી દીપ પ્રગટાવી હતી. ત્યાર બાદ સૌ ભક્તો હાથમાં પ્લાસ્ટિકની થેલીમાં માહિતી પુસ્તિકા સાથે તુલસીનો છોડ રાખી આવતા જતા શહેરીજનોને તુલસીના છોડ વિતરણ કરવામાં આવ્યા હતા.
અંદાજે 1800 જેટલા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ,વડીલો,યુવક,યુવતીઓ અને બાળકો પણ આ તુલસી વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતા. તો વાહન ચાલકો અને શહેરીજનોને તુલસી પૂજન દિવસની શુભકામનાઓ સાથે જાગૃતિ આપીને છોડ આપવામાં આવ્યા હતા.