કોંગ્રેસમાં કકળાટ બનાસકાંઠા કોંગ્રેસ માઈનોરિટી સેલના હોદ્દેદારોનું રાજીનામું

કોંગ્રેસમાં કકળાટ બનાસકાંઠા કોંગ્રેસ માઈનોરિટી સેલના હોદ્દેદારોનું રાજીનામું

મુસ્લિમને પોતાની જાગીરી સમજતી કોંગ્રેસ દ્વારા માઈનોરિટીની સમસ્યાઓ પરત્વે ઓરમાયું વર્તન દાખવાતું હોવાની રાવ: બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસમાં કકળાટ સર્જાયો છે. કોંગ્રેસના નેતાઓના માઈનોરિટી પ્રત્યેના ઓરમાયા વર્તનથી દુઃખી થઈને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ માઈનોરિટી સેલના ચેરમેન સહિત સમગ્ર બોડીએ રાજીનામું ધરી દેતા ચકચાર મચી જવા પામી છે.

બનાસકાંઠા કોંગ્રેસ માઈનોરિટી સેલના પ્રમુખ સાજીદ મકરાણીએ પાલનપુર ખાતે પ્રેસ કોંફરન્સ યોજી રાજીનામું ધરી દીધું હતું. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ માઈનોરીટીના સેલના ચેરમેન સાજીદ મકરાણીએ જણાવ્યું હતું કે, પાલનપુરમાં વર્ષોથી માઈનોરિટી વિસ્તારની સમસ્યાઓનો નિકાલ આવતો નથી. આ અંગે અવાજ ઉઠાવવા જતા અવાજ ઉઠાવનારને જ નોટિસ ફટકારવામાં આવે છે. રમઝાન માસમાં વોર્ડ નં.4 ની સમસ્યા અંગે માઈનોરિટી સેલના ઉપપ્રમુખ મરીયમબેન મિર્ઝાએ અવાજ ઉઠાવતા તેઓને જ હોદ્દા પરથી દુર કરવાની નોટિસ આપતા માઈનોરીટી સેલના હોદ્દેદારો ભડકી ગયા હતા.

જેઓએ પાલનપુર નગરપાલિકાના કોંગ્રેસ ના વોર્ડ નં.4 ના કોર્પોરેટર અબરાર શેખ, કોંગ્રેસના નેતા ઝાકીર ચૌહાણ અને પ્રદેશ કોંગ્રેસ અગ્રણી દિનેશ ગઢવી સામે ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ અપનાવાતી હોવાના આક્ષેપો કરી 52 સદસ્યોની બનેલી સમગ્ર બોડીએ હોદ્દા પરથી અને કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યું ધરી દીધું છે. આમ, મુસ્લિમ વોટ બેંક ને પોતાની જાગીરી સમજતી કોંગ્રેસના માઈનોરિટી સેલે રાજીનામું ધરી દેતા કોંગ્રેસનો કકળાટ બહાર આવ્યો છે. જે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે ઘાતક નીવડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *