પાલનપુર થી બોટાદ એસ.ટી બસના રૂઢ ને ડીસા સુધી લંબાવવામાં આવે તેવી માંગ

પાલનપુર થી બોટાદ એસ.ટી બસના રૂઢ ને ડીસા સુધી લંબાવવામાં આવે તેવી માંગ

નાઇટ હોલ્ટ ડીસા ડેપોમાં કરવામાં આવે તો વહેલી સવારે અનેક લોકો આ બસ ઉપયોગી બની શકે

જીલ્લા મથક પાલનપુર સુધી આવતી બોટાદ પાલનપુર બસ ને આર્થિક નગરી ડીસા સુધી લંબાવવામાં આવે તેવી માંગ બોટાદ ડેપો દ્વારા થોડા સમય પહેલા શરૂ કરાયેલ નવો રૂઢ બોટાદ પાલનપુર એસ.ટી બસ અડાલજ હાઇકોર્ટે સરખેજ થઇ વાયા સાળંગપુર થઇ જાય છે જેને લઈને આ રૂઢ ની બસ ને પાલનપુર થી આગળ ડીસા સુધી લંબાવવામાં આવે તો આ વિસ્તાર ના અનેક લોકો ને ઉપયોગી બની શકે છે.

જીલ્લા ના અનેક અરજદારો વકીલો હાઇકોર્ટે જતા હોય છે આ ઉપરાંત ભાવિકો ભક્તો પણ દર શનિવાર સહિત અવારનવાર સાળંગપુર ના દર્શન કરવા જાય છે જેથી બોટાદ ડેપો સંચાલિત બોટાદ પાલનપુર બસ ને ડીસા નાઇટ હોલ્ટ કરવામાં આવે અને પાલનપુર થી વહેલી સવારે ઉપડે તેની જગ્યાએ ડીસા ડેપો માંથી ઊપડે તો ડીસા સહિત છેવાડાના વિસ્તાર ના અનેક લોકો ને ઉપયોગી બની શકે છે.

subscriber

Related Articles