ઉત્તર અને મધ્ય ભારતમાં ઠંડી વધવાની સંભાવના કાશ્મીરમાં મોટાભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાન શૂન્ય

ઉત્તર અને મધ્ય ભારતમાં ઠંડી વધવાની સંભાવના કાશ્મીરમાં મોટાભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાન શૂન્ય

પહાડોમાં હિમવર્ષા અને તેજ પવનની અસર દિલ્હીમાં જોવા મળી રહી છે. અહીં હવા સ્વચ્છ થતાં ઠંડીમાં પણ વધારો થયો છે. આગામી દિવસોમાં અહીં ધુમ્મસની શક્યતા છે. પહાડોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં ઉત્તર અને મધ્ય ભારતમાં ઠંડી વધવાની સંભાવના છે. કાશ્મીરમાં મોટાભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે રહ્યું હતું. જો કે દેશના દક્ષિણ ભાગોમાં હજુ ઠંડીનો અનુભવ થયો નથી. મુંબઈમાં મહત્તમ તાપમાન 37.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે છેલ્લા 16 વર્ષમાં ડિસેમ્બરનો સૌથી ગરમ દિવસ હતો. ચક્રવાત ફેંગલની અસર હજુ પણ દક્ષિણ-પૂર્વના રાજ્યોમાં જોવા મળી રહી છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

ઉત્તર ભારતમાં ભારે પવનને કારણે દિલ્હીના લોકોને રાહત મળી છે. દિલ્હીની હવા પહેલા કરતા ઘણી સારી થઈ ગઈ છે અને હવે તે મધ્યમ શ્રેણીમાં આવી ગઈ છે. પવન ફૂંકાવાને કારણે પ્રદૂષણના કણો વિખરાઈને દૂર ખસી ગયા. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDના એક અધિકારીએ જણાવ્યું કે શહેરમાં  7 ડિસેમ્બર સુધી જોરદાર પવન ફૂંકાશે. તેમણે કહ્યું કે આ પછી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અપેક્ષા છે, જેના કારણે 8 ડિસેમ્બરથી મધ્યમ ધુમ્મસ દેખાવાનું શરૂ થશે.

subscriber

Related Articles