રાજ્ય સરકારની મંજૂરી : ડીસાના રેલવે સ્ટેશનથી જુનાડીસા સુધીનો રોડ ફોર લેન બનશે

Other
Other

30 કરોડના ખર્ચે આધુનિક ફોર રોડ લેનને રાજ્ય સરકારની મંજૂરી

બનાસકાંઠાને પાટણ અને કાઠીયાવાડને જોડતા હાઇવે ઉપર ટ્રાફીક સમસ્યા હળવી થશે

બનાસકાંઠા જિલ્લાના વેપારી અને તાલુકા મથક ડીસાના રેલવે સ્ટેશનથી જુનાડીસા સુધીના 30 કરોડના ખર્ચે બનનારા આધુનિક ફોર લેન રોડને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લાને પાટણ જિલ્લા અને કાઠિયાવાડને જોડતા એક માત્ર ડીસા- પાટણ હાઇવે ઉપર રાત દિવસ વાહનોનો વધુ ઘસારો રહે છે. જેના કારણે ટ્રાફીક સમસ્યા દિન પ્રતિદિન વકરતી જાય છે. ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના અથાક પ્રયત્નોના પગલે લાંબા સમયથી આ રોડ બનાવવાની માંગને રાજ્ય સરકારે આખરે મંજુરીની મહોર મારી છે.જેથી આગામી સમયમાં આ રોડની કામગીરી પણ શરું કરવામાં આવશે. આમ, ડીસાથી જુનાડીસા સુધીના ફોર લેન રોડને રાજ્ય સરકાર દ્વારા મન્જુરી  આપવામાં આવતા આ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. આ ફોર લેન રોડના કારણે પંથકના વિકાસ સાથે આ વિસ્તારની વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે.રાજ્ય સરકાર દ્વારા ફોરલેન રોડને મંજુર કરવા બદલ ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ રાજ્ય સરકારનો ઋણ સ્વીકાર કર્યો હતો.

રાજ્ય સરકારની ઉદાર દેણગી: રાજ્ય સરકાર દ્વારા થોડા સમય અગાઉ જુનાડીસાથી કાણોદર અને સમૌના રોડને ડબલ રોડ મંજુર કર્યો છે. એટલું જ નહીં, જુનાડીસાના વાસણા રોડ ઉપર 300 કરોડના ખર્ચે રાજ્યનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય પણ મંજુર કર્યું છે. આમ, રાજ્ય સરકારે આ વિસ્તારનો વધુ ને વધુ વિકાસ થાય તેમજ ટુરિઝમના વ્યવસાયને પ્રોત્સાહન મળે તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. તેથી જિલ્લા વાસીઓમાં ખુશીની લાગણી છવાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.